Western Times News

Gujarati News

થરાદમાં ગટરની સાફ સફાઈ કરવા ઉતરેલા ૧ સફાઇ કામદારનું મોત

પ્રતિકાત્મક

આ ઘટનાની જાણ થતા ૧૦૮ તેમજ ફાયર ફાઇટર સહિત નગર પાલિકાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા

બનાસકાંઠા,  બનાસકાંઠાના થરાદમાં ગટર સાફ કરવા ઉતરેલા ૧ સફાઇ કર્મચારીના મોતની ઘટના સામે આવી છે. આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા ૧૦૮ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.

સાફ સફાઇ માટ IQ (આઇક્યુ) નામની એજન્સીને થરાદ નગરપાલિકા એ સાફ સફાઇ નો કોન્ટ્રાક્ટ આપેલો છે. નગરપાલિકાએ સાફ સફાઇ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કંપનીને આપેલો છે

થરાદ નગર પાલિકાની હદમાં આવેલી ધરણીધર સોસાયટી નજીક બે સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ત્યારે તેઓ ઘણા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા ૧૦૮ તેમજ ફાયર ફાઇટર સહિત નગર પાલિકાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

બંને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક સફાઇ કામદારનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું અને બીજા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.અમદાવાદના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોત થયા છે.

બંનેને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. બંને સફાઇ કામદારો પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના કામદારો ગઇકાલે ગટર સાફ કરવા માટે ઉતર્યાં હતા. જાે કે આ બંને કામદારના મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.