Western Times News

Gujarati News

અનેક ઈજનેરી કોલેજાેમાં કોર્સ બાકી હોવાથી વેકેશનમાં વિદ્યાર્થીઓને કોલેજ આવવું પડશે

એકેડેમિક કેલેન્ડર પ્રમાણે ૧લી મેથી વેકેશન પણ અધ્યાપકો ભણાવવા આવશે ?

(એજન્સી)અમદાવાદ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવસીટી જીટીયુ GTU સાથે જાેડાયેલી તમામ ટેકનીકલ કોલેજાેમાં અધ્યાપકોની નિયમ પ્રમાણે ૧લી મે થી ઉનાળુ વેકેશન પડી રહયું છે. As the course is pending in many engineering colleges, students have to come to the college during vacation

બીજબાજુ હજુ અનેક ઈજનેરી કોલેજાેમાં વિધાર્થીઓના સીલેબસ પુરા થયા નથી. આ સ્થિતીમાં વેકેશનમાં પણ કેટલીકી કોલેજાેમાં અભ્યાસ ચાલુ રાખવો પડે તેમ હોવાથી આવતીકાલે ડીગ્રી ડીપ્લોમાં ઈજનેરી ફેકલ્ટીના ડીનની એક બેઠક બોલાવવાનું નકકી કરાયું છે.

શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા એકેડેમીક કેલેન્ડરમાં અધ્યાપકો માટે ૧લી મેથી ઉનાળા વેકેશનની રજાઓ પડવવાની છે. આમ જીટીયુએ પણ સંલગ્ન કોલેજાેના અધ્યાપકોની ૧લી મેથી વેકેશન આપવાની જાહેરાત કરીશ દીધી છે.

મહત્વની વાત એ કે, મોડા પ્રવેશ સહીતના જુદા જુદા કારણોસર હાલ ઈજનેરીની અનેક કોલેજમાં વિધાર્થીના સીલેબસ પુરા થયા નથી. જેથી વિધાર્થીઓને વેકેશન અપાયું નથી. એટલે કે વિધાર્થીઓએ કોલેજમાં આવવાનું છે. પરંતુ અધ્યાપકોને વેકેશન હોવાથી તેઓ કોલેજમાં આવશે નહી. આમ કોલેજમાં અધ્યાપકો જ ન હોય તો અભ્યાસ કોણ કરાવશે તેની સમસ્યા ઉભી થાય તેમ છે.

યુનિવસીટી સત્તાધીશો ધ્યાન પર આ બાબત આવતાં તાકીદે આવતીકાલે ઈજનેરી ફેકલ્ટટીની ડીનની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં રાજયની કઈ કઈ અને કેટલી કોલેજાેમાં અભ્યાસક્રમ પુરો થયો નથી તેની ચર્ચા કર્યા બાદ જે કોલેજાેમાં સીલેબસ પુરો થયો ન હોય તે કોલેજમા કેટલાક અધ્યાપકોને વેકેશનમાં પણ આવવાની સુચના અપાશે.

આમ હવે ઉનાળાના વેકેશનમાં પણ કોલેજાે ચાલુ રાખવી પડશે અને કેટલાક અધ્યાપકોએ પણ લેકચર લેવા માટે આવવું પડશે. સુત્રો કહે છે કે છેલ્લા કેટલાય સમયથી એકેડેમીક કેલેન્ડર પ્રમાણે કાર્યવાહી થતી ન હોવાના કારણે અનેક સમસ્યા ઉભી થઈ રહી છે.

લાંબા સમય સુધી પરીક્ષા ચાલવાના કારણે વેકેશન ઈન્ટરશીપ ટ્રેનીગ અને પ્લેસમેન્ટ સહીતની કામગીરીને અસર પહોચી રહી છે. યુનિવસીટી દ્વારા અધ્યાપકોને વેકેશનમાં પણ લેકચર લેવા માટે સુચના આપવામાં આવે અને તે પૈકી કેટલાક અધ્યાપકો ખરેખર વેકેશનમાં પણ કામગીરી કરવા તૈયાર થાય છે. તે પણ મહત્વનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.