Western Times News

Gujarati News

પાટીદાર સમાજમાં વ્યાપેલ દૂષણો દૂર કરવા અપીલ

ઉમાધામ ગાંઠીલાનો ૧પ મો પાટોત્સવઃ ધારાસભ્યોનું સન્માન

જૂનાગઢ, ઉમિયા માતાજી મંદિર ઉમાધામ ગાંઠીલામાં વિશાળ જ્ઞાતિજનોની ઉપસ્થિતિમાં ૧પમો પાટોત્સવ ઉજવાયો હતો.
મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ જી.લુેશિયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય સમિતિના અધ્યક્ષ ડો.દિપકભાઈ ભલાણી અને જૂનાગઢના તબીબોની ઉપસ્થિતિમાં તંદુરસ્ત બાળકોની હરિફાઈ યોજાઈ હતી.

જેમાં એકથી પાંચ વર્ષના ૧૦૦એ ભાગ લીધો હતો. વિજેતા બાળકોનેેે ઈનામ અને ભાગ લેનાર તમામ બાળકોન્ેેેે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. પ્રથમ ત્રણ વિજેતાઓનું પાટોત્સવમાં સન્માન કરાયુ હતુ. ઉપરાંત નોબલ યુનિવર્સિટી દ્વારા સર્વેરોગ નિદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યુ હતુ.

મંદિરના પટાંગણમાં માતાજીના સાંનિધ્યમાં ૧૧ કુંડી હવનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેનું આયોજન મહેશભાઈ જારસાલિયા અને થાણાપીપળીની ટીમ દ્વારા કરાયુ હતુ. મુખ્‌-ય યજમાનપદે ધર્મિષ્ઠાબેન કમાણી અને મુકેશભાઈ કણસાગરા હતા. સાંજે ઉમા પ્રસાદનું આયોજન કરાયુ હતુ. મનસુખભાઈ આરદેશણા, વિઠ્ઠલભાઈ મારવાણિયા, જીતુભાઈ વાછાણી, કાંતિભાઈ બેરા અને ૧૬ ગામના સ્વંસેવકોએ સેવા આપી હતી.

સાંજે ઉમિયા ભક્ત સાગર પટેલ ઉઝાવાળા અને ઈન્ટરનેશનલ પાથડીવાળા મ્યુઝીકલ ગૃપના સંગાધે આ ઉમિયાના ગરબાનું આયોજન કરવામાં આવ્ય્‌ુ હતુ. જેમાં દસ હજાર લોકો સામેલ થયા હતા.

રાત્રીના કાર્યક્રમમાં જુનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા અને માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીનું ઉમાધામ ગાંઠીલા ટ્રસ્ટીઓ દ્વરા વિશેષ સન્માન કરાયુ હતુ. ૧પ કુડી હવનના મુખ્ય યજમાન ધર્મિષ્ઠાબેન કમાણી અને મુેકેશભાઈ કણસાગરાનું પણ સન્માન કરાયુ હતુ.

ટ્રસ્ટના પ્રમુખ નિલેશભાઈ ધુલેસિયાએ મંદિરના માધ્યમથી સામાજીક એકંતા જળવાઈ રહે એવો સંદેશ આપી આગામી સમયમાં પાટીદાર સમાજને પ્રગતિ માટે દૂષણો દુર કરવા અનુરોધ કર્યો હતો.

માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણીએ પ્રમુખ નિલેશભાઈ પુલેશિયાના નેતૃત્વમાં વિશ્વાસ કરી સમાજમાં એકતા સ્થપાય એે માટેે અને અતિથિ ભવનના નિર્માણમાં તમામ જ્ઞાતિજનોને તન, મન અને ધનનો સહયોગ આપવા અપીલ કરી હતી.

કાર્યક્રમને સફળ બનાવવા વિવિધ ૧પ સમિતિના સભ્યો, ર૦ ગામના સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રૂપેશભાઈ પટેલે કર્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.