Western Times News

Gujarati News

ટીવી કલાકારની ફેવરીટ બોલીવૂડ ડાન્સિંગ દિવા

નૃત્ય એ અભિવ્યક્તિનું સ્વરૂપ છે, જે આપણને ભાવનાઓ વ્યક્ત કરવા અને વાર્તાઓ કહેવામાં મદદ કરે છે. આ ઈન્ટરનેશનલ ડાન્સ ડે (&TV  International Dance Day – 2023) પર એન્ડટીવીના કલાકારો તેમના ફેવરીટ બોલીવૂડના સેલિબ્રિટી ડાન્સરો અને મંચ પર કોઈક દિવસ તેમની સાથે પરફોર્મ કરવાની આકાંક્ષા વિશે ચર્ચા કરે છે. આમાં અનિતા પ્રધાન (માલતી દેવી, દૂસરી મા), કામના પાઠક (રાજેશ સિંહ, હપ્પુ કી ઉલટ પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે.

દૂસરી મામાં માલતી દેવી ઉર્ફે અનિતા પ્રધાન કહે છે, “નૃત્ય મારી શિરાઓમાં છે અને તેના વિના મારા જીવનની કલ્પના પણ નહીં કરી શકું. આ ઉદ્યોગમાં લોકો મને અભિનેત્રી તરીકે ઓળખે છે તે છતાં હું વ્યાવસાયિક ડાન્સર અને ઈન્સ્ટ્રક્ટર છું તેનાથી તેઓ વાકેફ નથી. હું દુનિયાભરમાં પરફોર્મ કરતી રહું છું.

મારાં મૂળ લોકનૃત્યમાં છે, કારણ કે હું જયપુરની છું. મેં નવી દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં રાજપથ પર રાજસ્થાની લોકનૃત્ય પ્રસ્તુત કર્યું હતું. ડાન્સર તરીકે મારા પ્રવાસથી મને  સંતોષ હોવા છતાં હું એક દિવસ રેખા સાથે પરફોર્મ કરવા માગું છું. મને તેની નૃત્યકળા બહુ ગમે છે.

હું સલામ-એ-ઈશ્ક અને આંખોં કી મસ્તી જેવાં ગીતોમાં તેનો ચમત્કારી પરફોર્મન્સ આજે પણ જોઉં છું. મેં ટેલિવિઝન પર તેની ફિલ્મો જોઈ છે અને તેના મુવમેન્ટ્સ અને મુદ્રાઓનું અનુકરણ કરું છું. એક દિવસ મને તેની સાથે મંચ પર નૃત્ય કરવા મળશે અને તેના ડાન્સિંગ રુટિન્સમાંથી એક પર પરફોર્મ કરવા મળશે એવી આશા છે. ”

હપ્પુ કી ઉલટન પલટનમાં રાજેશ સિંહની ભૂમિકા ભજવતી કામના પાઠક કહે છે, “નૃત્ય મને રાહત અને વિશ્વાસ આપે છે. હું દંતકથા સમાન અભિનેત્રી શ્રીદેવીજીના નૃત્ય પરથી નૃત્ય શીખવા માટે પ્રેરિત થઈ હતી. આજે તે આ દુનિયામાં નથી છતાં મને ખાતરી છે કે મારી જેમ હજારો છોકરીઓ તેનું નૃત્ય જોયા પછી તેના નૃત્ય સાથે પ્રેમમાં પડી છે.

હું તેની કટ્ટર ચાહક છું અને ઘણી વાર તેની ફિલ્મો જોઈ છે. કોઈ પણ ગીત પર નૃત્ય કરતી વખતે તેની ઊર્જા અને હાવભાવ સાથે કોઈ સુમેળ સાધી નહીં શકે. હું શાળામા હતી ત્યારે તેનાં ઘણાં બધાં ગીતો પર નૃત્ય કર્યું હતું. મારી ફ્રેન્ડ્સ મને હમારી શ્રીદેવી તરીકે બોલાવતાં અને મને ખુશી થતી.

જો કોઈ તમારા આઈડોલ હોય તો તેમના વર્તન તમારા ડાન્સ મુવ્ઝમાં અચૂક પ્રદર્શિત થાય છે. શ્રીદેવીજી નિઃશંક રીતે બોલીવૂડની ડાન્સિંગ ક્વીન હતી અને તેનાથી કોઈ ઉપરવટ નહીં હોઈ શકે એવું હું માનું છું. હું મેરે હાથોં મેં નૌ ચુડિયા, હવા હવાઈ વગેરે ગીતો પર તેને પરફોર્મ કરતાં જોઉં તો આજે પણ મોહિત થઈ જાઉં છું. હું હંમેશાં તેની જોડે મંચ પર નૃત્ય કરવાનું સપનું જોતી હતી, પરંતુ મારું તે સપનું અધૂરું રહી ગયું છે. હું આ ઈન્ટરનેશનલ ડાન્સ ડે મારી આઈડોલ શ્રીદેવીને સમર્પિત કરું છું.”

ભાભીજી ઘર પર હૈની શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી કહે છે, “માધુરી દીક્ષિત બોલીવૂડમાં ડાન્સનું પ્રતિક છે અને પડતા પર અત્યંત મનોહર અને સ્ટાઈલમાં તેને નૃત્ય કરતી જોવાનુમ મને ગમે છે. તેના જેવું પરફેકશન કોઈનામાં નથી. શીર્ષક ડાન્સિંગ દિવા ખરેખર તેને માટે જ છે. ડાન્સની શોખી તરીકે હું કલાકો સુધી તેનું નૃત્ય જોતી રહી છું અને તેના હાવભાવ અને સ્મિત મોહિત કરે છે. તેને કારણે જ હું નૃત્ય માટે મારી લગની આગળ વધારવા પ્રેરિત થઈ હતી.

બોલીવૂડ ઉપરાંત મને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સ્વરૂપ પણ ગમે છે.મારું શિડ્યુલ વ્યસ્ત હોવા છતાં હું રોજ ડાન્સ કરવા થોડો સમય વિતાવું છું. એક દિવસ જેકી શ્રોફ દાદા અમારી સાથે શૂટ કરતા હતા ત્યારે મારી તુલના તેણે માધુરીજી સાથે કરી હતી. હું તે દિવસે નવમા આસમાનમાં વિહરવા લાગી અને મને મળેલી તે તે દિવસ સુધીની સૌથી પરિપૂર્ણ શુભેચ્છામાંથી એક હતી.

માધુરીજી અને મેં કથ્થક નૃત્યની તાલીમ લીધી છે અને તેની સાથે પરફોર્મ કરવાનું મારું સપનું છે. મને આશા છે કે બધા જ પોતાને વ્યક્ત કરવા અને ફિટ રહેવા માટે માધ્યમ તરીકે ડાન્સિંગનો ઉપયોગ કરી શકે છે. હું દરેકને આંતરરાષ્ટ્રીય ડાન્સ ડેની શુભેચ્છા આપું છું.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.