Western Times News

Gujarati News

CNG કાર ખાડામાં પડીઃ આગ લાગતા મહિલા જીવતી ભડથું થઈ

પ્રતિકાત્મક

આગ લાગતા મહિલા જીવતી ભડથું થઈ-સાયલા હાઈવે પર મૃત આખલાને બચાવવા જતા કાર ખાડામાં પડી-સ્ટિયરિં પરનો કાબૂ ગુમાવતા કાર દસેક ફૂટ ઊંડા ખાડામાં ખાબકી: જાેતજાેતામાં અચાનક કારમાં આગ લાગી હતી

સાયલા,  સાયલા હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં નવસારીથી રાજકોટ જવા માટે એક પરિવાર કારમાં નીકળ્યો હતો. એ સમયે રસ્તામાં એક મૃત આખલો પડેલો હતો. કાર ચાલકે આ મૃત આખલાને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. CNG car falls into pit: Woman burns alive in fire

એ પછી કાર દસેક ફૂટ ઊંડા એક ખાડામાં જઈને પડી હતી અને અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર આધેડ અને તેમની પુત્રી ગેમે તેમ કરીને બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. બીજી તરફ, આગે વિકરાળ રુપ લેતા અંદર બેઠેલી મહિલા ફસાઈ ગઈ હતી અને આગની લપેટમાં આવી ગઈ હતી.

જે બાદ પતિ અને પુત્રીની નજર સામે જ મહિલાનું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ, નવસારીમાં રહેતા ૫૫ વર્ષય પરબતભાઈ પાનખણીયા પોતાની ૫૦ વર્ષીય પત્ની ભાવનાબેન અને ૨૨ વર્ષીય દીકરી દિક્ષિતાબેન સાથે સીએનજી કારમાં નીકળ્યા હતા. તેઓ નવસારીથી રાજકોટ જવા માટે નીકળ્યા હતા.
આ સમયે તેઓ સાયલા હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે રસ્તા પર એક મૃત આખલો પડેલો હતો.

ત્યારે પરબતભાઈએ આ મૃત આખલાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેઓએ કારના સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો. એ પછી કાર ઉછળીને બાજુમાં રહેલાં દસેક ફૂટ ઊંડા ખાડામાં ખાબકી હતી અને કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી.

અકસ્માત થતા ત્રણેયને ઈજાઓ પહોંચી હતી. પરબતભાઈ અને તેમની દીકરી માંડ માંડ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યા અને કારમાંથી બહાર આવ્યા હતા. આ સમયે તેમની પત્ની અંદર જ ફસાઈ ગયા હતા. અચાનક આગ પણ વિકરાળ બની હતી

અને કારમાં બેઠેલાં તેમના પત્ની આગની લપેટમાં આવી ગયા. આ બનાવી જાણ થતાં આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. પાસે રહેલાં એક પાણીના ટેન્કરથી તેઓએ પાણીનો મારો ચલાવીને આગ બૂઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જાે કે, આ સમયે કારમાં ફસાયેલા તેમના પત્ની આગમાં બળીને ભડથું થઈ ગયા હતા.

બનાવની જાણ સાયલા પોલીસને કરવામાં આવી હતી અને ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્ત પિતા અને દીકરીને ૧૦૮ની મદદથી સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે મૃતક મહિલાના મૃતદેહને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણ થતાં પીડિતોના પરિવારના સભ્યો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારે મૃતક મહિલાના પરિવારમાં પણ માતમ છવાયો હતો. મહત્વનું છે કે, રસ્તા પર મૃત હાલતમાં પડેલા આખલાના કારણે પરિવારના સભ્યોએ એક સભ્ય ગુમાવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.