Western Times News

Gujarati News

રોડ શોમાં ફૂલ સાથે ભૂલથી મોબાઈલ ફેંકાઈ ગયો

મૈસૂર, કર્ણાટક પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૈસૂરમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમની સુરક્ષામાં ગેરરીતિનો મામલો સામે આવ્યો છે. રોડ શો દરમિયાન પીએમ મોદીના વાહનની આગળ મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો હતો. PM Modi Karnataka Road Show Mobile Thrown on Vehicle

જાે કે, મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, પોલીસે પુષ્ટિ કરી છે કે મોબાઈલ અકસ્માતે ફૂલની સાથે પડ્યો હતો. છેલ્લા ત્રણ મહિનામાં પીએમ મોદીની સુરક્ષામાં ખામીનો આ ત્રીજાે કિસ્સો છે.

મૈસુરમાં પીએમ મોદીના રોડ શોમાં મોબાઈલ ફોન ફેંકવાની ઘટનાએ ખળભળાટ મચાવી દીધો હતો. જાેકે, એસપીજી જવાનોએ તરત જ પીએમ મોદીની કારમાંથી તે મોબાઈલ કાઢી લીધો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આકસ્મિક રીતે એક બીજેપી સમર્થકના હાથમાંથી ફોન છટકી ગયો હતો અને પીએમ મોદીના કાફલાના વાહનની સામે આવ્યો હતો. પોલીસે આ વાતની પુષ્ટિ કરી છે. સાંજે પીએમ મોદીએ મૈસુરમાં લગભગ ૫ કિલોમીટરનો રોડ શો કર્યો હતો.

૪૫ મિનિટના આ રોડ શો દરમિયાન પીએમના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. રોડ શોમાં પીએમ મોદી ૨ મિનિટ સુધી રોડ પર ચાલ્યા હતા. કર્ણાટકમાં ત્રણ મહિનામાં ત્રીજી વખત પીએમ મોદીની સુરક્ષામાં ક્ષતિ જાેવા મળી છે. આ પહેલા ૨૫ માર્ચે દાવણગેરેમાં ચૂંટણી કાર્યક્રમ દરમિયાન એક વ્યક્તિ પીએમ મોદી તરફ દોડ્યો હતો.

દાવણગેરેમાં પીએમ મોદીનો રોડ શો થઈ રહ્યો હતો. બંને તરફ ભીડ હતી. દરમિયાન એક વ્યક્તિ ભાગીને પીએમ સુધી પહોંચવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં સુરક્ષા દળોએ તેને ઝડપી લીધો હતો.

આ પહેલા જાન્યુઆરી મહિનામાં કર્ણાટકના હુબલીમાં પીએમ મોદીના રોડ શો દરમિયાન એક બાળક પીએમ મોદીની નજીક આવ્યો હતો. બાળક છઠ્ઠા ધોરણમાં ભણતો હતો અને પીએમ મોદીને હાર પહેરાવવા માગતો હતો. એસપીજી જવાનોએ તરત જ બાળકના હાથમાંથી માળા લઈને પરત કરી દીધી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.