Western Times News

Gujarati News

Mumbai Indians પર ભારી પડ્યો યશસ્વી જયસ્વાલ

નવી દિલ્હી, યશસ્વી જયસ્વાલ મુંબઈ માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ માટે તેમણે ડોમેસ્ટિક મેદાન વાનખેડે સ્ટેડિયમ પર સદી ફટકારી દીધી છે. સલામી બેટ્‌સમેન કરવા ઉતરેલા યશસ્વીએ છગ્ગાથી પોતાનું ખાતું ખોલી નાખ્યું છે. ત્યારબાદ તો તેણે પાછળ વળીને જાેયું નથી. ૫૩ બોલ પર તેણે સદી ફટકારી દેતાં સૌ કોઈ જાેતા જ રહી ગયા હતા. યશસ્વીએ ૧૩ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી આઈપીએલની પહેલી સદી ફટકારી હતી. IPL 2023 MI vs RR

આ સાથે જ યશસ્વીએ આ સીઝનની સૌથી મોટી ઈનિંગ પણ રમી છે. તે માત્ર ૬૨ બોલમાં ૧૨૪ રન બનાવીને છેલ્લે આઉટ થઈ ગયો હતો. જ્યારે આ ઈનિંગમાં તેણે ૧૬ છગ્ગા અને ૮ ચોગ્ગા મારી બોલને બાઉન્ડ્રીની બહાર ફેંકી દીધો હતો. તેની બેટિંગ સારી જ ચાલી રહી હતી, પરંતુ છેલ્લી ઓવરમાં તે આઉટ થઈ ગયો હતો. આ સાથે જ આઈપીએલમાં સદી ફટકારનારો તે ચોથો સૌથી ઓછી ઉંમરનો બેટ્‌સમેન બની ગયો છે.

એટલું જ નહીં, ૧૨૪ રન પણ કોઈ પણ રાજસ્થાનના બેટ્‌સમેનની લીગમાં સૌથી મોટી ઈનિંગ છે. સૌથી ઓછી ઉંમરમાં આઈપીએલમાં સદી ફટકારનારા ખેલાડીઓ પર નજર કરીએ તો, વર્ષ ૨૦૦૯માં ૧૯ વર્ષ ૨૫૩ દિવસના આરસીબીના મનીષ પાંડેએ ડેક્કન ચાર્જર્સ સામેની મેચમાં સદી ફટકારી હતી.

જ્યારે વર્ષ ૨૦૧૮માં ડીસીના ઋષભ પંતે ૨૦ વર્ષ ૨૧૮ દિવસની વયે SRH સામે સદી ફટકારી હતી. તો આરસીબીના દેવદત્ત પડિક્કલે વર્ષ ૨૦૨૧માં આરઆરની સામે ૨૦ વર્ષ ૨૮૯ દિવસની વયે સદી બનાવી હતી. ત્યારબાદ હવે ૨ વર્ષ પછી ૨૧ વર્ષ ૧૨૩ દિવસની વયે આરઆરના યશસ્વી જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી છે. જાેકે, આ પહેલાં વર્ષ ૨૦૧૭માં ૨૨ વર્ષ ૧૫૧ દિવસની વયે ડીસીના સંજુ સેમસને આરપીએસ સામેની મેચમાં સદી બનાવી હતી.

બીજી તરફ રાજસ્થાન માટે સૌથી મોટી ઈનિંગ રમનારા ખેલાડીની વાત કરીએ તો, યશસ્વી જયસ્વાલે મુંબઈ ઈન્ડિયન્સ સામે ૧૨૪ રન બનાવ્યા હતા. જ્યારે જાેસ બટલરે વર્ષ ૨૦૨૧માં એસઆરએચ સામેની મેચમાં ૧૨૪ રન બનાવ્યા હતા.

આ જ વર્ષમાં સંજુ સેમસને પીબીકેએસ સામે ૧૧૯ રન બનાવ્યા હતા. જ્યારે વર્ષ ૨૦૨૨માં ફરી એક વાર જાેસ બટલરે ડીસી સામેની મેચમાં ૧૧૬ રન બનાવ્યા હતા. યશસ્વી જયસ્વાલ આઈપીએલ ૨૦૨૩માં અત્યાર સુધીના સૌથી વધારે રન ફટકારનારો બેટ્‌સમેન બની ગયો છે. આ સાથે જ ઓરેન્જ કેપ પણ તેના નામે થઈ ગઈ છે. આ સીઝનમાં તેના ૪૨૮ રન બની ગયા છે.

તો ફક્ત ફાફ ડુ પ્લેસિસ અને ડેવોન કોન્વેએ જ આ પહેલા ૪૦૦ રન બનાવ્યા છે. બીજી તરફ આ સીઝનમાં સૌથી વધારે ચોગ્ગા ફટકારનારો બેટ્‌સમેન પણ છે. આપને જણાવી દઈએ કે, યશસ્વી જયસ્વાલ ૨૦૨૦ અંડર ૧૯ વર્લ્ડ કપમાં સૌથી રન બનાવનારો બેટ્‌સમેન પણ હતો. જાેકે, ભારત ત્યાં ફાઈનલમાં હારી ગયું હતું, પરંતુ યશસ્વી પ્લેયર ઑફ ધ ટૂર્નામેન્ટ રહ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.