Western Times News

Gujarati News

ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત  નવીન સ્વનિર્ભર સાયન્સ કોલેજ અને અટલ લેબનું  શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્ઘાટન 

મોડાસા:   અરવલ્લી જિલ્લામાં મોડાસામાં શ્રી મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ દ્વારા આજરોજ શિક્ષણ ક્ષેત્રે એક નવું પીછું ઉમેરાયું છે મંડળ દ્વારા ૧૪ કોલેજો તથા ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ઉપરાંત આ પ્રદેશના વિજ્ઞાન પ્રવાહના ધસારાના કારણે નવી સ્વનિર્ભર સાયન્સ કોલેજના દાતા શ્રી મનુભાઈ કે. શાહ (લાટીવાળા) નામે તેમજ શ્રી જે. બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ માં અટલ “ટિનકરિંગ”  લેબનું પ્રારંભ રાજ્યના શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાના વરદ હસ્તે કરવામાં આવ્યો હતોઆ પ્રસંગે મ. લા. ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળના પ્રમુખ નવીનભાઈ આર. મોદીના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહ્યા હતા. જેના મુખ્ય મહેમાન તરીકે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. અનિલભાઈ નાયક અતિથિવિશેષ તરીકે કલેકટર અમૃતેશ ઔરંગાબાદ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કારોબારી સભ્ય શૈલેષભાઈ પટેલ તથા  મોડાસા નગરપાલિકાના પ્રમુખ  સુભાષભાઈ એમ શાહ તેમજ નવી કોલેજ ના દાતા શ્રી ડૉ અસિતભાઈ શાહ (ચીફ કન્સલ્ટન્ટ યુરોલોજિસ્ટ બરોડા) તથા પારૂલબેન શાહની નિશ્રામાં યોજવામાં આવ્યો શરૂમાં પ્રાર્થના બાદ સાયન્સ કોલેજના પ્રભારી મંત્રી શ્રી સુરેન્દ્રભાઇ જે. શાહે મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને મંડળ અને કોલેજનો  ટૂંકમાં પરિચય આપ્યો હતો. સાબરકાંઠા અરવલ્લી જિલ્લા માટે નવી યુનિવર્સિટી માટેની રજૂઆત કરવામાં આવી જેમાં મંત્રીશ્રી દ્વારા હૈયાધારણા આપવામાં આવી  હતી

કાર્યક્રમનું દિપ પ્રગટાવી દાતાશ્રીની તકતીનું અનાવરણ તથા અટલ લેબ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભા. મા. શા. તરીકે જાણીતા અને અમારા મંડળના ટ્રસ્ટી  મહાસુખભાઈ પટેલ, છબીલદાસ શાહ અને ડૉ અરુણભાઈ એન શાહ તેમજ ઉપપ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ (મામા) પ્રભારી મંત્રી શ્રી પરેશભાઈ મહેતા ઘનશ્યામભાઈ જે. શાહ, પંકજભાઈ શાહ મંડળના હોદ્દેદારો શિક્ષણકારો વિવિધ કોલેજના આચાર્યોશ્રીઓ, અધ્યાપકશ્રીઓ તથા વહીવટી કર્મચારી તથા વિદ્યાર્થી ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

શિક્ષણ મંત્રીના હસ્તે દાતાશ્રી ના પ્રતિનિધિ ડો. અસિતભાઈ એમ. શાહને બૂકે, શાલ અને મોમેન્ટથી સન્માન કરવામાં આવ્યું  તેમજ મંડળ અને દાતાશ્રીઓ નું અભિવાદન આપ્યા હતા અને શિક્ષણની આ જ્યોતને આ પ્રદેશમાં વધુ પ્રજવલિત કર્યો હતો

અંતમાં આભારવિધિ મંડળના મંત્રી  જયેશભાઇ દોશીએ કરી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન સાયન્સ કોલેજના આચાર્ય ડો. કે.પી.પટેલ પ્રો.સંજય વેદિયા તથા જે. બી. શાહ ઇંગ્લીશ મીડીયમ સ્કુલના આચાર્ય શશીકાંતભાઈ પરમારે કહ્યું હતું


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.