Western Times News

Gujarati News

વિકી પત્ની કેટરિના કૈફની પંજાબી બોલવાની આવડત પર પીગળી જાય છે

મુંબઈ, વિકી કૌશલ અને કેટરીના કૈફ બોલિવુડ ઈન્ડસ્ટ્રીની બ્યૂટિફૂલ જાેડીમાંથી એક છે. તેમના લગ્નને એક વર્ષ કરતાં વધારે સમય થઈ ગયો છે અને હંમેશા તેઓ કપલ ગોલ્સ અથવા રિલેશનશિપ ગોલ્સ આપતાં આવ્યા છે. બંને ઘણીવાર ઈન્ટરવ્યૂમાં એકબીજા વિશે વાત કરતાં રહે છે અને તે તેમના ફેન્સને ખૂબ જ પસંદ આવે છે. Vicky melts at wife Katrina Kaif’s Punjabi speaking skills

હાલમાં મુંબઈમાં યોજાયેલા એક એવોર્ડ ફંક્શન દરમિયાન એક્ટરે પત્નીની પંજાબી-સ્પીકિંગ સ્કિલ વિશે ખુલાસો કર્યો હતો. જણાવી દઈએ કે, આશરે દોઢ-બે વર્ષના રિલેશન બાદ વિકી અને કેટરીનાએ ડિસેમ્બર ૨૦૨૧માં રાજસ્થાનના શાહી મહેલમાં ગ્રાન્ડ વેડિંગ કર્યા હતા. જેમાં માત્ર પરિવારના સભ્યો અને અંગત મિત્રોને જ આમંત્રિત કરાયા હતા. બે દિવસ પહેલા ફિલ્મફેર દ્વારા એવોર્ડ ફંક્શનનું આયોજન કરાયું હતું, જેમાં કરણ વાહી અને અનુષા દાંડેકર રેડ કાર્પેટના હોસ્ટ હતા.

આ દરમિયાન વિકી કૌશલે એન્ટ્રી મારતાં બંનેએ કેટલાક સવાલ પૂછ્યાં હતા. કરણે પૂછ્યું હતું ‘તું પરિણીત કપલને શું સલાહ આપવાનું પસંદ કરીશ?’ તેના પર વિકીએ કહ્યું હતું કે ‘મારા લગ્ન થયા તેને હજી માંડ દોઢ વર્ષ થયું છે. હું હાલ સલાહ આપવા નહીં પરંતુ સલાહ લેવાની કેટેગરીમાં છું.

હું જાે કોઈ સલાહ આપી શકું તો એ છે ‘લગ્ન કરી લો”. વિકી પંજાબી પરિવારમાંથી આવે છે જ્યારે કેટરીના એકદમ અલગ જ સંસ્કૃતિની છે. શું તેણે પત્નીને પંજાબી શીખવ્યું છે તેવો સવાલ પૂછાયો હતો તેના પર વિકીએ ખુલાસો કર્યો હતો કે તેણે કેટને પંજાબીમાં ‘કેમ છો તમે’ અને ‘હું ઠીક છું’ તેમ શીખવ્યું છે.

આ સાથે તેણે કહ્યું હતું ‘જ્યારે પણ તે પંજાબીમાં કોઈ વાક્ય બોલે છે ત્યારે હું ત્યાં જ પીગળી જાઉ છું. અગાઉ પણ એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે કેટરીના કૈફ થોડું-થોડું પંજાબી બોલતા શીખી રહી હોવાનો ખુલાસો કર્યો હતો.

તેણે સૌથી પહેલો શબ્દ ‘હાજી’ બોલતા શીખી હતી. તેણે કહ્યું હતું કે, પત્ની સાથે વાત કરતી વખતે તે પોતે પણ સૌથી વધુ આ શબ્દ વાપરે છે. તેણે કેટને સમજદાર ગણાવી હતી અને કહ્યું હતું કે, લગ્ન કરવા તે અદ્દભુત લાગણી છે. ઠરીઠામ થઈને તેને સારું લાગી રહ્યું છે. પાસે જીવનસાથીનું હોવું તે સુંદર લાગણી છે. કેટરીના તરીકે સારી જીવનસાથી મળી તે માટે પોતાને નસીબદાર માને છે. તે પણ તેની પાસેથી ઘણું શીખતો રહે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.