Western Times News

Gujarati News

નર્મદા મુખ્ય નહેરમાંથી મશીન મુકીને પાણી ખેંચવા પર પ્રતિબંધ

બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું

(માહિતી બ્યુરો,પાલનપુર) નાયબ કાર્યપાલક ઈજેનરશ્રી, જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગ, થરાદના પત્ર અન્વયે સબડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી, થરાદની દરખાસ્તની વિગતે નર્મદા મુખ્ય નહેર તા ૦૧.૦૫.૨૩ થી તા ૧૫.૦૫.૨૩ સુધી મરામત અને નિભાવણી અર્થે બંધ કરવામાં આવનાર છે .

આથી મુખ્ય નહેરો પરના સોર્સ આધારીત જુથ પાણી પુરવઠા યોજનાના ગામોમાં પીવાનો પાણી પુરવઠો નિયમિત પુરો પાડવા તકલીફ ઉભી થવાની શક્યતા રહે છે . આથી બનાસકાંઠા જિલ્લાના કાર્યક્ષેત્ર હેઠળ આવતી નર્મદા યોજનાની મુખ્ય કેનાલનું પાણી ફક્ત પીવાના ઉપયોગમાં લેવામાં આવનાર છે. તથા અમુક યોજનાઓમાં સોર્સ તરીકે નર્મદા ની કેનાલ મારફતે તળાવ ભરીને ઉપયોગમાં લેવામાં આવે છે.

બનાસકાંઠા જિલ્લાના થરાદ , વાવ , સુઇગામ , લાખણી અને ધાનેરા તાલુકાના ૨૭૯ ગામો તથા ૨ શહેરો (થરાદ, ધાનેરા) નો સમાવેશ પીવાના પાણી માટે નર્મદા મુખ્ય નહેર આધારીત પાણી પુરવઠા યોજનામાં કરવામાં આવેલ છે . ખેડુતો દ્વારા મુખ્ય કેનાલ ઉપર મશીન મુકી અમુક કિસ્સામાં પિયત માટે પાણી ગેરયદેસર રીતે ઉપાડવામાં આવે છે.

આમ જાે સ્ટોક ક૨વામાં આવેલ પીવાના પાણીના જથ્થામાંથી પાણી ખેંચવામાં આવે તો થરાદ, વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાઓમાં પીવાના પાણીની વધુ મુશ્કેલીઓ ઉભી થવાની શકયતાઓ જણાતાં શ્રી વરૂણકુમાર બરનવાલ (આઈ.એ.એસ),

જિલ્લા મેજીસ્ટ્રેટ, બનાસકાંઠા પાલનપુર દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) (એમ) અન્વયે મળેલ સત્તાની રૂએ બનાસકાંઠા જિલ્લાના થરાદ, વાવ, સુઇગામ, લાખણી અને ધાનેરા તાલુકાઓમાંથી પસાર થતી નર્મદા મુખ્ય નહેરમાંથી ખેડુતો ધ્વારા પોતાના મશીન મુકીને પાણી નહી ઉપાડવા ફરમાન કરવામાં આવ્યું છે.

સદરહું પ્રતિબંધ તા. ૦૧/૦૫/૨૦૨૩ થી તા.૧૫/૦૫/૨૦૨૩ (બંને દિવસ સહિત) સુધી અમલમાં રહેશે. આ હુકમ અન્વેય બનાસકાંઠા જિલ્લામાં ફ૨જ બજવતા અધિક્ષક ઈજનેરશ્રી, જાહેર આરોગ્ય વર્તુળથી લઈ જાહેર આરોગ્ય સુખાકારી પેટા વિભાગમાં વર્ગ–૩ નો હોદ્દો ધરાવનાર કર્મચારી,

પોલીસ અધિક્ષકશ્રીના દરજજાથી હેડ કોન્સટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારી/કર્મચારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ મુજબ ફરિયાદ માંડવા આથી અધિકૃત કરવામાં આવે છે . આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ -૧૯૫૧ ની કલમ -૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.