Western Times News

Gujarati News

મહિલા સરપંચના પરિવારનું દૂધ લેવાનું દૂધ મંડળીએ બંધ કર્યું

વડગામના ભરોડ દૂધ મંડળીનો તઘલખી નિર્ણય -દૂધની ગુણવત્તા નબળી હોવાનું જણાવી કમિટીએ ઠરાવ કરી દૂધ ન લીધું

છાપી, વડગામના ભરોડ ગામે આવેલ દૂૂધ મંડળીના શાસકો દ્વારા તખલખી નિર્ણય લઈ ગામના પ્રથમ નાગરીક એવા મહીલા સરપંચ સહીતના પાંચ પરીવારનું દુધ લેવાનું બંધ કરાતા પીડીત પશુપાલકોને દુધ મંડળી આગળ હોબાળો મચાવ્યો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ વડગામના ભરોડ ગામે આવેલ દુધ ઉત્પાદક સહકારી મંડળીના સંચાલકો દ્વારા દૂધ ભરાવતા ગ્રાહકોને કોઈ પણ પ્રકારની નોટીસ અથવા સૂચના આપ્યા બાદ છેલ્લા દસ દિવસથી દુધ લેવાનું બંધ કરી દેતાં પશુપાલકોને મંડળી આગળ હોબાળો મચાવી કારણ પુછતાં સંચાલકોને દ્વારા લુલો બચાવ કરી એકબીજાનો ખો આપતા હોવાના કથીત આક્ષેપો મહીલા સરપંચના પતી તેમજ અન્ય પરીવારે કર્યા હતા.

જયારે આ બાબતે મહીલા સરપંચના પતીએ જણાવ્યુું હતું કે, ડેરી દ્વારા પંચાયતનાી માલીકીનો કોમ્યુનીટી હોલ ઘણા સમયથી ગોડાઉન તરીકે ઉપયોગ કરી અંદર દાણની બોરીઓ ભરવામાં આવતી હતી. દરમ્યાન કોમ્યુનીટી હોલનો પંચાયત દ્વારા કબજાે લેવાતા ડેરીના સત્તાધીશો અદાવત રાખી મહીલા સરપંચ તેમજ તેમના પાંચ પરીવારનું દુધ લેવાનું બંધ કરી દેવાનો આક્ષેપ કર્યો હતો.

ભરોડ દુધ મંડળી દ્વારા મહીલા સરપંચના પતીના પાંચ ભાઈ ઓના પરીવારનું દૂધ બંધ કરવાના મામલે જણાવ્યું હુતં કે, દુધની ગુણવતા હલકી હોવાના કારણે કમીટી દ્વારા દુધ લેવાનો ઠરાવ કરી બંધ કરાયું હોવાનું જણાવ્યું હતું. જયારે સરપંચ પતીએ રાજકીય અદાવતનો આક્ષેપ કરી દુધ લેવાનું બંધ કર્યાનું જણાવી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

ભરોડ દુધ મંડળીમાં પાંચ પરીવારનું દૂધ બંધ કરાતા આ તમામ પશુપાલકોઓ બનાસ ડેરીના એમ.ડી. તેમજ જીલ્લા રજીસટ્રારને લેખીત રજુઆત કરી ન્યાયની માંગ કરી જણાવ્યું હતું કે, જાે દૂધમાં ભેળસેળ હોય તો ડેરી દ્વારા કેમ કોઈ જ પ્રકારની નોટીસ આપવામાં આવી નહી તેવી નિવેદન બાબુજી ઠાકોરે આપી ન્યાયીક તપાસ કરવા માગ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.