Western Times News

Gujarati News

સુરેેન્દ્રનગરમાં ૧૦૦ની નકલી નોટ સાથે યુવક ઝડપાયો

રાજકોટ, સુેરેન્દ્રનગરમાં સ્પેશ્યલ ઓપરેશન ગૃપે ૧૩૪ બનાવટી નોટો સાથેે એક શખ્સને ઝડપતા ચકચાર મચી જવા પામી છે. જેમાં સુરેન્દ્રનગર એસઓજી ટીમે ૧૩૪ નકલી ચલણી નોટો સાથે એક શખ્સને દબોચી લીધો હતો. A youth was caught with a fake note of 100 in Surendranagar

અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ શખ્સ પાસેથી ભારતીય ખોટી ચલણી નોટો બનાવવાના સાધન, લેપટોપ, પ્રિન્ટર, કાગળો, સ્ટીલ રૂલ, બ્લેડ, મોબાઈલ ફોન કુલ કિં. રૂા.૩૯૩ર૦ના મુદ્દામાલ સાથે પકડીને પાડી કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર એસઓજીના પીઆઈ એસ.એમ.જાડેજા તથા પીએસઆઈ એમ.બી.પઢીયાર તથા સ્ટાફે ગુુપ્ત રાહેે બાતમીની હકીકત મેળવી શિયાળી પોળ પાસે રેડ કરી આરોપી રાહુલભાઈ રાજેશભાઈ વાલોદરા (ઉ.વ.રપ) ધંધો-અભ્યાસ, રહે.વઢવાણ, લીંબડી રોડ, ચરમાળીયા મંદિર પાસેેે શિવપાર્ક સોસાયટી તા.વઢવાણ, જી.સુરેન્દ્રનગર)ના મકાનમાં રેડ કરી હતી.

આ મકાનમાંથી તે લેપટોપ, પ્રિન્ટર, જેવા સાધનોની મદદથી રૂા.૧૦૦ના દરની ભારતીય ચલણી ખોટી નોટો બનાવી નોટ નંગ૧૩૪ પોતાના કબજામાં રાખી પકડાઈ ગયો હતો. આરોપી પાસેથી ભારતીય ખોટી ચલણી નોટ બનાવવાના સાધનો લેપટોપ, પ્રિન્ટર, કાગળો, સ્ટીલરૂલ, બ્લેડ, મોબાઈલ ફોન મળી કુલ રૂા.૩૯,૩ર૦ નો મુદ્દામાલ સાથે પકડી પાડી વઢવાણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.