Western Times News

Gujarati News

અતીક પોતાની ગેંગ સાથે કોડ વર્ડમાં વાત કરતો હતો

પ્રયાગરાજ, યુપીના માફિયા અતીક અહેમદની હત્યા બાદ પોલીસ સતત તપાસ કરી રહી છે. તેની પત્ની શાઈસ્તા હજુ પણ ફરાર છે. સાથે જ બોમ્બબાજ ગુડ્ડુ મુસ્લિમ પણ ફરાર છે. આ બંનેની ધરપકડ કરવા માટે પોલીસ સતત ઠેર ઠેર દરાડો પાડી રહી છે. બીજી તરફ, અતીકની ગેંગને લઈને સતત નિત નવા ખુલાસા થઈ રહ્યાં છે. Atiq used to communicate with his gang in code words

ત્યારે એવું પણ સામે આવ્યું છે કે, અતીક અહેમદ એટલો બધો ચાલાક હતો કે, પોતાનું કામ પાર પાડવા માટે તે નવા નવા તુક્કા લગાવતો હતો. તે પોતાની ગેંગ સાથે કોડ વર્ડમાં વાત કરતો હોવાનું સામે આવ્યું છે. અગાઉ પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું હતું કે, અતીક અહેમદ પોતાની ગેરકાયદે વસૂલીની રકમ સટ્ટબાજીમાં લગાવતો હતો.

ઉમેશ પાલ મર્ડર કેસનું ષડયંત્ર અતીક અહેમદ જેલમાં જ રચ્યું હતું. તેણે સંપૂર્ણ તૈયારી કરી હતી કે તે પકડાઈન ન જાય પરંતુ જે ટેકનીકની મદદથી તે પોતાની ગુનાખોરીની દુનિયાને આગળ વધારી રહ્યો હતો એ જ ટેકનીકે તેની કબર ખોદી નાખી.

એવું પણ સામે આવ્યું છે કે, તે જેલમાં આઈફોન વાપરતો હતો. તેના સાગરીતો પણ આઈફોનનો ઉપયોગ કરતા હતા. એકબીજા સાથે તેઓ ફેસ પર વાતચીત કરતા હતા. દરેકનું એક કોડનેમ હતું. અલગ અલગ કોડ જાણીને તમે પણ ચોંકી જશો. સૂત્રોના જણાવ્યા મુજબ, આ કોડ નેમનો ઉપયોગ ફેસ ટાઈમ એપ પર તમામના આઈડી બનાવવા માટે કરવામાં આવતો હતો.

આ આઈડીમાં કોઈ પણ બદમાશનો ખુલાસો થતો નહોતો. ઉમેશ પાલની હત્યા પહેલાં તમામ આરોપી આઈફોનથી ફેસ ટાઈમ દ્વારા અંદરોઅંદર વાતચીત કરતા હતા. સૂત્રોનું માનીએ તો, એવું પણ સામે આવ્યું છે કે, જ્યારે અતીક અહેમદ ગુજરાતની સાબરમતી જેલમાં બંધ હતો ત્યારે તે પોતે આઈફોન વાપરતો હતો.

ઉમેશ પાલની હત્યા બાદ તે સતત પોતાના સાગરીત નિયાઝ સાથે ફેસ ટાઈમ પર વાતચીત કરતો હતો. તે એ વાત જાણવા માગતો હતો કે, ઉમેશ પાલ મરી ગયો છે કે નહીં. નિયાઝે પુષ્ટિ કરી હતી કે, ઉમેશ પાલ મરી ગોય છે. નિયાઝ જ રેકી કરતો હતો. નિયાઝનો પણ એક કોડ રાખવામાં આવ્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.