Western Times News

Gujarati News

ભારતીય એન્જિનિયરોને જાપાન આપશે ટ્રેનિંગ

અમદાવાદ, ભારતમાં છેલ્લા ઘણા સમયથી બુલેટ ટ્રેન પર કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે જાપાનની રેલવે ટેકનિકલ સર્વિસિસ મદદ કરી રહી છે. જાપાન રેલ્વે ટેક્નિકલ સર્વિસિસના ૨૦ નિષ્ણાતોની ટીમ મુંબઈ-અમદાવાદ HSR કોરિડોરના T-2 ૨૩૭ કિમી વાપી-વડોદરા પેકેજ માટે હાઈ-સ્પીડ રેલ ટ્રેક તૈયાર કરવા માટે ૧૦૦૦ ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનને તાલીમ આપી રહી છે.

જાપાનની કંપની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ લાંબા સમય સુધી ટ્રેકને કાર્યક્ષમ બનાવવા માટે બેલાસ્ટ વિના સ્લેબ ટ્રેક બનાવવાની ટેક્નોલોજી પર કામ કરી રહી છે. ટ્રેક બનાવવા માટે જાપાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે, ટ્રેક બનાવવાની જગ્યાએ માત્ર પ્રશિક્ષિત અને પ્રમાણિત એન્જિનિયરો/ટેકનિશિયન જ કામ કરશે.

જાપાન રેલ્વે ટેકનિકલ સર્વિસીસ શિંકનસેન એચએસઆર ટેક્નોલોજીના ટ્રાન્સફરમાં પણ મદદ કરશે. રેલ્વે ટ્રેક HSR ટેક્નોલોજી સિસ્ટમથી જ બનાવી શકાય છે. આને બનાવવા માટે, ઉચ્ચ સ્તરની સાથે, ચોકસાઈ પણ જરૂરી છે, જે શિંકનસેનને જ આપવામાં મદદ કરશે. જાપાની કંપની ૧૫ અલગ-અલગ ટ્રેક પર કામ કરી રહી છે.

આ માટે, લોકોને સાઇટ પર મેનેજમેન્ટની પદ્ધતિઓ વિશે તાલીમ આપવામાં આવશે. આ સાઇટ્‌સ પર ટ્રેક સ્લેબ બનાવવાના કાર્યોમાં કોંક્રિટ ટ્રેક-બેડ બનાવવાની પદ્ધતિઓનો સમાવેશ થાય છે. આ તમામ બાબતો માટે જરૂરી તાલીમ અને આઈડિયા આપવાનું કામ જાપાનીઝ કંપની કરશે.

આ માટે સુરત ડેપો ખાતે ત્રણ ટ્રેઇલ લાઇન સાથેની તાલીમની સુવિધા પણ ખાસ શરૂ કરવામાં આવી છે. નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર રાજેન્દ્ર પ્રસાદે જાપાની કંપની વતી જણાવ્યું હતું કે, ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનો માટે જાપાનીઝ હાઈ સ્પીડ રેલ ટ્રેક સ્લેબ સિસ્ટમ ટેક્નોલોજી શીખવાની આ એક સુવર્ણ તક છે.

આ પ્રોજેક્ટમાં ૨૦ જાપાનીઝ નિષ્ણાતો દ્વારા ૧૦૦૦થી વધુ ભારતીય એન્જિનિયરો અને ટેકનિશિયનને તાલીમ આપવામાં આવશે. નોંધનીય છે કે, અમદાવાદ મુંબઈ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. અમદાવાદથી મુંબઈ ૮ને બદલે ૩ કલાકમાં પહોંચી જવાશે.

જ્યારે મુંબઈ, થાણે, વિરાર, વાપી, બીલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, કાલુપુર, અમદાવાદ અને સાબરમતી ૧૨ સ્ટેશન હશે. અમદાવાદ-મુંબઈ વચ્ચે ૫૦૮ કિલોમીટરનું અંતર રહેશે, જેમાંથી ૧૩૩ કિલોમીટર થાંભલાઓ ઉભા કરવામાં આવી રહ્યા છે. જેના ઉપર બુલેટ ટ્રેન દોડશે. ૨૧ કિમી અંડરગ્રાઉન્ડ અને ૭ કિમી અંડર વોટર ટ્રેક પણ હશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.