Western Times News

Gujarati News

ખાદ્ય તેલના ભાવમાં ૨૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો

નવી દિલ્હી, દેશમાં ખાદ્ય તેલોની કિંમતમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. બજારમાં તેલના ભાવમાં ઘટાડો જાેતા દેશની મુખ્ય દુગ્ઘ વિતરણ તથા ખાદ્ય ઉત્પાદન કંપની મદર ડેરીએ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. કહેવાય છે કે, કંપનીએ તેમાં ૧૫થી ૨૦ રૂપિયાનો ઘટાડો કર્યો છે.

આપને જણાવી દઈએ કે, દેશમાં સરસવનો પાકના સારા ઉત્પાદન સાથે વૈશ્વિક સ્તર પર ખાદ્ય તેલના ભાવમાં આવેલા ઘટાડાથી દેશમાં ખાદ્ય તેલના ભાવ ઘટ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં પ્રતિ લીટર ખાદ્ય તેલના ભાવમાં ૪૦થી ૭૦ રૂપિયા સુધીનો ઘટાડો આવી ચુક્યો છે. જે સરસવનું તેલ ૧૯૦ રૂપિયા પ્રતિ લીટર સુધી હતું, તે હવે ૧૩૦થી ૧૪૦ રૂપિયાની વચ્ચે મળી રહ્યું છે. આવી જ રીતે ઘટાડો સોયાબીન, સૂરજમુખીના તેલમાં પણ આવ્યો છે.

હવે આ ઘટાડાનો ફાયદો મદર ડેરીના ગ્રાહકોને પણ મળશે. કંપનીના પ્રવક્તા દ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર, હવે મદર ડેરીના આઉટલેટ્‌સથી મળતા ખાદ્ય તેલમાં ૧૫થી ૨૦ રૂપિયાનો ઘટાડો જાેવા મળશે.

પ્રવક્તા અનુસાર, આંતરરાષ્ટ્રીય બજારમાં ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો તથા ઘરેલૂ પાકની સરળ ઉપલબ્ધતાના કારણે સોયાબીન તેલ, ચાવલ તેલ, સૂરજમુખી તેલ અને મગફળીના તેલમાં આ કાપ આવ્યો છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.