Western Times News

Gujarati News

ઓઢવમાં ટૂલ્સની દુકાનમાં વેચાતા કફ સિરપનો જંગી જથ્થો ઝડપાયો

અમદાવાદ, શહેરમાં નશેડીઓ હવે ખુલ્લેઆમ કફ સિરપનો ઉપયોગ કરી રહ્યા છે, જેના કારણે તેનું ગેરકાયદે વેચાણ કરતા લોકોનો વર્ગ પણ દિવસેને દિવસે વધતો જાય છે. સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે ગઇ કાલે ઓઢવ વિસ્તારમાં આવેલી ટૂલ્સ એન્ડ સર્વિસની દુકાનમાંથી કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો છે. A huge quantity of cough syrup sold in a tool shop in Odhav was seized

ટૂલ્સ સેલ્સ એન્ડ સર્વિસની આડમાં દુકાનનો માલિક કફ સિરપનો જથ્થો વેચી રહ્યો હતો. એસઓજીની ટીમે બે શખ્સની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ઓઢવ વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોરના માલિકે કફ સિરપનો જથ્થો વેચવા આપ્યો હોવાનું સામે આવ્યું છે.

સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમને બાતમી મળી હતી કે ઓઢવ ગામ ત્રણ રસ્તા પાસે આવેલા વિનાયક પાવર ટૂલ્સ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં કફ સિરપનો જથ્થો પડ્યો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી

અને દુકાનમાં જઇને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. દુકાનમાં ગ્લેન્ડર સહિતની ચીજવસ્તુઓ હતી પરંતુ કફ સિરપનો જથ્થો મળી આવ્યો નહીં. બાતમી પાકી હોવાના કારણે એસઓજીની ટીમે સર્ચ ઓપરેશન ચાલુ જ રાખ્યું હતું ત્યારે તેમને ખામી કલરનાં બોક્સ મળ્યાં હતાં.

બોક્સ ખોલીને જાેતાં તેમા કફ સિરપની બોટલ હતી. જેથી એસઓજીએ તરત જ એફએસએલની ટીમને જાણ કરી દીધી હતી. એફએસએલની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે આવી જઇને બોટલમાં રહેતા લિક્વિડનું પરીક્ષણ કર્યું હતું અને તે કફ સિરપ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. એફએસએલે રિપોર્ટ આપતાંની સાથે એસઓજીની ટીમે કમલેશ કુમાવત (રહે.પોલારીસ આનંદ ફ્લેટ, નિકોલ) વિપુલ માલવિયા (રહે.સરિતા રેસિડેન્સી, વસ્ત્રાલ)ની ધરપકડ કરી હતી.

એસઓજીએ વિનાયક ટૂલ્સ એન્ડ સર્વિસની દુકાનમાંથી કુલ ૫૭૭૨૦ રૂપિયાની કિંમતની ૩૯૦ બોટલ જપ્ત કરી છે. એસઓજી બંનેની ધરપકડ કરીને વડી ક્ચેરીએ લાવી હતી જ્યાં તેમની આગવી સ્ટાઇલથી પૂછપરછ થઇ હતી.

પૂછપરછ દરમિયાન કમલેશ કુમાવતે જણાવ્યું હતું કે વિપુલ માલવિયાની ગામનો મિત્ર મુકેશ માલવિયાની ગામનો મિત્ર મુકેશ માલવિયા ઓઢવમાં મેડિકલ સ્ટોર ધરાવે છે. થોડા દિવસ પહેલાં કફ સિરપનો જથ્થો તે દુકાને આપી ગયો હતો. કફ સિરપના જથ્થાની ડોક્ટરની મંજૂરી વગર નશેડીઓને વેચવાનો પ્લાન હતો.

સૂત્રોના જણાવ્યા અનુસાર બંને જણા ઘણા સમયથી કફ સિરપનો વેચી રહ્યા છે જેનો પર્દાફાશ એસઓજીએ કર્યાે છે. હાલ એસઓજીની ટીમે બંનેની ધરપકડ કરીને મૂકેશ માલવિયાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે. આવનારા દિવસોમાં મુકેશનું મેડિકલ સ્ટોર ચલાવવાનું લાઈસન્સ પણ સસ્પેન્ડ થાય તેવી શક્યતાઓ નકારી શકાતી નથી.

ઉલ્લેખનીય છે કે, હાલ નશેડીઓ ડ્રગ્સને છોડીને કફ સિરપના રવાડે ચઢ્યા છે. શહેરમાં શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે કેટલાક લોકો કફ સિરપ વેચવાના રવાડે ચઢ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.