Western Times News

Gujarati News

નેત્રંગને મોડેલ તાલુકો બનવામાં અડચણરૂપ થનાર તત્વોને છોડીશ નહીંઃ મનસુખ વસાવા

નેત્રંગમાં રૂ.૭૦ લાખના ખર્ચે નવીનીકરણ થનાર રસ્તાનું સાંસદે ખાતમુહુર્ત કયુઁ

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) રાજ્ય સરકારે ભરૂચ જીલ્લાના વાલીયા-ઝઘડીયા તાલુકા માંથી ૭૬ ગામો અલગ પાડી નવો નેત્રંગ તાલુકો બનાવ્યો હતો.નેત્રંગ તાલુકો અસ્તિત્વમાં આવ્યા બાદ કરોડો રૂપિયાના ખર્ચે તાલુકા સેવા સદન,સામુહિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા પંચાયત કચેરી,

પોલીસ સ્ટેશન અને સરકારી કોલેજ સહિત સરકારી ઈમારતોનું નિર્માણ કરવામાં આવ્યા હતું.પરંતુ ભરૂચ જીલ્લાના મુખ્ય વેપારી મથક તરીકે ગણાતા નેત્રંગના બજારમાં ગેરકાયદેસર દબાણો અને જર્જરિત રસ્તાના કારણે વેપારીઓ અને ગામે-ગામથી ખરીદી અર્થે આવતા રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો.ચોમાસાની સિઝનમાં ભારે ગંદકી અને ઠેર-ઠેર પાણી ભરાવાથી ગ્રામજનોની બદ્દતર હાલત થઈ જતી હતી.

નેત્રંગ ચારર સ્તાથી જવાહર બજાર અને ગાંધી બજારને જાેડતા રસ્તાના નિર્માણની માંગ વર્ષોથી હતી પરંતુ જવાબદાર અધિકારી-પદાધિકારીઓ માત્ર આશ્વાસન જ આપતા હતા.તેવા સંજાેગોમાં નેત્રંગ ગ્રામ પંચાયતે ૧૫ નાણા પંચ માંથી રૂ.૨૦ લાખ

અને સાંસદ મનસુખ વસાવાએ પોતાની ગ્રાન્ટમાંથી રૂ.૫૦ ફાળવણી કરતા કુલ્લે રૂ.૭૦ લાખના ખર્ચે નેત્રંગ ચાર રસ્તાથી ગાંધીબજાર સુધી રૂ.૭૦ લાખના ખર્ચ અત્યાઆધુનિક સીસી રસ્તાનું ખાતમુહૂર્ત સાંસદ મનસુખ વસાવાએ કરતાં ગ્રામજનોમાં આનંદ વ્યાપી જવા પામ્યો હતો.આ દરમ્યાન બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, સરપંચ હરેન્દસિહ દેશમુખ અને મોટી સંખ્યામાં ગ્રામજનો જાેડાયા હતા.

સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે,નેત્રંગ તાલુકાને મોડેલ તાલુકો બનાવવામાં અડચણરૂપ બનનાર અધિકારીઓ અને ભાજપમાં રહીને ભાજપને જ બદનામ કરનાર તત્વોને આગામી સમયમાં ખુલ્લા પાડીશ.

રેત માફીયાને પ્રોત્સાહન આપનાર અને વિકાસના કામોમાં અવરોધ પેદા કરનાર મનસુખ વસાવા તેમને છોડશે નહીં તેવી આકરા શબ્દોમાં ઝાટકણી કાઢતા માહોલ ગરમાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.