Western Times News

Gujarati News

બોગસ નર્સિગમાં એડમિશન કરાવી 5 લાખ પડાવી રહેલી શ્રીજી પેરામેડિકલ કોલેજ

પ્રતિકાત્મક

નર્સિંગ બોગસ સર્ટિફિકેટ કાંડ-હજારો વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે ચેડાં -શ્રીજી પેરામેડિકલ કોલેજના ડાયરેક્ટરે બેંગલોરની મેડિકલ કોલેજમાં એડમિશનનું કહી ૫ લાખ પડાવ્યા

અમદાવાદ,  અમદાવાદમાં નર્સિંગ કોલેજમાં એડમિશન અપાવવાનું કહીને મહિલા પાસેથી ૫ લાખ રૂપિયા પડાવી લેનાર શ્રીજી પેરામેડિડકલ કોલેજના ડાયરેક્ટર વિરુદ્ધ ક્રાઇમ બ્રાંચમાં ગુનો દાખલ થયો છે. બેંગલોરની મેડિકલ કોલેજમાં એડ?મિશન થઇ ગયું છે તેમ કહીને ડાયરેક્ટરે ૫ લાખ રૂપિયા પડાવ્યા હતા

અને બાદમાં બોગસ સટિર્ફિકેટ પણ આપ્યાં હતાં. આ ઘટના સામે આવ્યા બાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ એ શ્રીજી પેરામેડિકલ કોલેજની વિદ્યાર્થિનીઓનો ડેટા મેળવીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોલેજના ડાયરેક્ટરે હજારો વિદ્યાર્થિનીઓના ભવિષ્ય સાથે ચેડાં કરી બોગસ સર્ટિફિકેટ પધરાવી દીધાં હોવાનો પર્દાફાશ પણ થઈ શકે છે.

હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા કલ્પેશભાઇએ ક્રાઇમ બ્રાંચમાં શ્રીજી પેરામેડિકલ કોલેજના ડાયરેક્ટર રાકેશ પટેલ અને મૌલિક રામી વિરુદ્ધ ચીટિંગની ફરિયાદ કરી છે. નરોડા વિસ્તારમાં આવેલી શિવાલય સોસાયટીમાં રહેતાં કિલ્પાબહેન પંચાલે ર્જીંય્માં અરજી કરી હતી કે

તે નરોડા ખાતે આવેલી રીધમ હોસ્પિટલમાં રિસેપ્શન કાઉન્ટર પર નોકરી કરતાં હતાં ત્યારે શ્રીજી પેરામેડિકલ કોલેજમાંથી વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ માટે આવતા હતા. વિદ્યાર્થીની સાથે ક્યારેક ડાયરેક્ટર રાકેશ પટેલ પણ આવતા હતા, જેથી કિલ્પાબહેનનો સંપર્ક થયો હતો.

આ તરફ કિલ્પાબહેનને ગવર્નમેન્ટ નોકરી કરવાની ઇચ્છા હોવાથી તેમણે નર્સિંગના કોર્સ માટે રાકેશ પટેલને વાત કરી હતી. રાકેશ પટેલે તેમની શ્રીજી પેરામેડિકલ કોલેજમાં એડમિશન મળી જશે તેવું કહ્યું હતું. કિલ્પાબહેન ધોરણ-૧૨માં હિન્દી ભાષા સાથે પાસ થયાં હોવાથી રાકેશ પટેલે તેમને બેંગલોર ખાતેથી નર્સિંગ કોર્સની પરીક્ષા આપવાની થશે

તેમ જણાવ્યું હતું. રાકેશે પરીક્ષા આપવાના તેમજ કોર્સના સાડા ૩ લાખ રૂપિયા થશે તેમ કહીને કિલ્પાબહેનને ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે વસ્ત્રાલ ખાતે આવેલી સરદાર વોકેશનલ એજ્યુકેશનની ઓફિસે બોલાવ્યાં હતાં. કિલ્પાબહેન ડોક્યુમેન્ટ લઇને રાકેશની ઓફિસે પહોંચી ગયાં હતાં, જ્યાં તેમને એડ?મિશન આપી દીધું હતું. કિલ્પાબહેન અને રાકેશના પારિવા?રિક સંબંધ બંધાયા હતા.

પરીક્ષા આપવા માટે બેંગલોર જવાનું હોવાથી કિલ્પાબહેને ૧૫ દિવસની રજા હોસ્પિટલ પાસે માગી હતી. હોસ્પિટલે રજા આપવાનો ઇનકાર કરી દેતાં કિલ્પાબહેને રાકેશને ફોન કરીને કહ્યું હતું, જેથી રાકેશે કિલ્પાબહેનને જણાવ્યું હતું કે સાડા ૩ લાખ રૂપિયાથી વધુ ખર્ચ થશે,

પરંતુ તમામ પેપરો ઘરે બેસીને આપવાનાં રહેશે. કિલ્પાબહેને રાકેશની વાત માની લીધી હતી, જેથી ક્યારેક રાકેશ ઘરે પેપર આપતો તો ક્યારેક હોસ્પિટલમાં પેપર આપતો હતો. રાકેશ પેપર લખવા માટે બુક પણ કિલ્પાબહેનને આપતો હતો.

નર્સિંગના ત્રણ વર્ષના કોર્સમાં કિલ્પાબહેને ઘેરબેઠાં પરીક્ષા આપી છે. રાકેશે કિલ્પાબહેનને વિશ્વાસમાં લઇને ટુકડે-ટુકડે પાંચેક લાખ રૂપિયા પડાવી લીધા હતા. કિલ્પાબહેનનું નર્સિંગનું જીએનસીમાં રજિસ્ટ્રેશન પણ રાકેશે કરાવ્યું નહીં, જેથી તેમના સંબંધોમાં તિરાડ પડી ગઇ હતી.

રાકેશે નર્સિંગના બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવી લીધા હતા અને બાદમાં કિલ્પાબહેને તેનો ફોન નહીં ઉપાડતાં ઘરે આવીને એક્ટિવામાં તોડફોડ પણ કરી હતી. એસ. ઓ.જી. એ કિલ્પાબહેનની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી અને બેંગલોરની કોલેજમાં પણ તપાસ કરી હતી. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, કિલ્પાબહેનનું કોઇ એડમિશન થયું નથી. રાકેશ પટેલ અને તેના ભાગીદાર મૌલિક રામીએ કિલ્પાબહેનને નર્સિંગનાં બોગસ સટિર્ફિકેટ આપતાં ફરિયાદ નોંધાઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.