Western Times News

Gujarati News

સ્ટાર ગોલ્ડ પર 23 જૂન એક્શન-એડવેન્ચર ‘જંગલી’નું  વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયર

જ્યારે જંગલ વધે ત્યારે તેની આગળ કંઈ ટકી શકે નહીં. વિદ્યુત જામવાલ અભિનીત એક્શન થ્રિલર જંગલી માનવી અને હાથી વચ્ચેની ઉમદા મિત્રતાની વાર્તા છે. જે ફિલ્મ પ્રથમવાર બ્લોકબસ્ટર્સ હોમ સ્ટાર ગોલ્ડ પર 23 જૂન, 2019નાં રોજ પ્રસારિત થવા જઈ રહી છે.

વિદ્યુત આનંદિત થઈને કહ્યું હતું, ‘હું જંગલીના સ્ટાર ગોલ્ડ પર 23 જૂન, 2019ના રોજ 12.30 વાગ્યે રજૂ થનારા વર્લ્ડ ટેલિવિઝન પ્રિમિયરથી આનંદિત છું. જેની ઉજવણી માટે અમે કંઈક એકદમ જંગલી કરવાનું નક્કી કર્યુ અને એ માટે અમે એપિક જિમ પ્રાન્ક કર્યુ અને અમે સ્ટાર ગોલ્ડના સોશિયલ મીડિયા પેજિસ પર તમને જોવા માટે આતુર છીએ.’

હાઈ રેટેડ બોલિવૂડ પ્રિમિયર્સ જેમકે ટોટલ ધમાલ અને લુકા છૂપી ફિલ્મો રજૂ કરીને સફળતા પ્રાપ્ત કરનાર સ્ટાર ગોલ્ડ હવે તમને આગામી પ્રિમિયરમાં જંગલની સફર કરાવશે. એક્શન સ્ટારે વિદ્યુત જામવાલ તેમાં અનેક એક્શન સિક્વન્સીસ કરે છે કે જે તમને ચોક્કસ સાહસિક પ્રેરણા આપશે. પરંતુ આટલું જ નહીં, શ્વાસ થંભાવી દે એવી ફાઈટીંગના દૃશ્યો સાથે અને ઘાતક સ્ટંટ સાથે એક્શન-એડવેન્ચર ડ્રામામાં હાથી અને માનવી વચ્ચેની અજોડ મિત્રતા દર્શાવાઈ છે અને આ ઉમદા વિશાળ પ્રાણીઓને શિકારી પ્રવૃતિથી બચાવવાના મહત્ત્વ અંગેનો સંદેશ આપવામાં આવ્યો છે. જાણીતા ફિલ્મ નિર્માતા ચક રસેલ દિગ્દર્શિત આ પ્રથમ બોલિવૂડ ફિલ્મમાં આશા ભાટ, પૂજા સાવંત, અક્ષય ઓબેરોય અને અતુલ કુલકર્ણી જેવા કલાકારો પણ મુખ્ય ભૂમિકામાં છે.

એક્શનમાં ઉમેરો કરવા માટે સ્ટાર ગોલ્ડ દ્વારા પાવર પેક્ડ ડિજિટલ કેમ્પેન એપિક જીમ પ્રાન્ક રજૂ કરાયું છે જેમાં વિદ્યુત એક વૃદ્ધના વેશનમાં જિમમાં અન્ય લોકો સાથે પોતાના વર્કઆઉટ રિજાઈમ દર્શાવે છે. આખરે તે ચેનલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર ફન વીડિયોમાં પોતાને જાહેર કરે છે અને જીમ જનારા લોકોને ચોંકાવી દે છે.

અદભૂત ગાઢ જંગલોમાંના સેટ પર ફિલ્મ મુંબઈના વેટરિનરી ડોક્ટર રાજ નાયર (વિદ્યુત જામવાલ) પર આધારિત છે જેઓ તેમના પિતા સાથે દસ વર્ષના લાંબા સમય પછી ઓડિશાની ચંદ્રિકા એલિફન્ટ સેન્ચુરીની મુલાકાતે જાય છે. જ્યાં શિકારીઓ દ્વારા હાથીઓ પર હુમલો થાય છે, જેમાં મુખ્ય શિકારી (અતુલ કુલકર્ણી) દ્વારા આ હુમલો કરાયેલો હોય છે. જેના પછી રાજ નાયરનું જીવન બદલાઈ જાય છે. તો તમારા પરિવાર સાથે એકઠા થાઓ કેમકે સ્ટાર ગોલ્ડ તમને આ રવિવારની બપોરે ‘જંગલી’ બનાવશે! આ રવિવારે 23 જૂન, 2019ના રોજ બપોરે 12.30 વાગ્યે માત્ર સ્ટાર ગોલ્ડ પર એક્શન-એડવેન્ચર ‘જંગલી’ જોવાનું ભૂલશો નહીં!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.