Western Times News

Gujarati News

ધોરાજીમાં વરસાદ, ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહ્યો

રાજકોટ, ધોરાજીના પાટણ વાવમાં ભારે કમોસમી વરસાદ વરસ્યો છે. અહીં ભરઉનાળે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદ પડતાં ઐતિહાસિક ઓસમ ડુંગર પરથી ધોધ વહેતો થયો છે. અનરાધાર વરસાદથી ઓસમ ડુંગર પર કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્‌યું હતું, ત્યારે બીજી તરફ ભારે વરસાદના કારણે બજારોમાં ગોઠણ સમા પાણી ભરાયા હતા. જેના કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો હતો. મોરબીમાં મોડીરાત્રે વાતાવરણમાં પલટો જાેવા મળ્યો હતો.

અહીં ભારે પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો. સાંજના સમયે ભારે ઉકળાટ બાદ મોડી રાત્રે વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જાેવા મળ્યો હતો. જામનગરનાં વાતાવરણમાં પલટો જાેવા મળ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદને લઈને રસ્તાઓ પર વાહનચાલકો મૂંઝાયા હતા. ધોધમાર વરસાદને કારણે ઉનાળુ પાક પર સંકટ મંડરાઇ રહ્યું છે.

ભરઉનાળે વરસાદ પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે પશ્ચિમી વિક્ષોભના કારણે ચાલુ વર્ષ દરમિયાન હવામાનમાં ભારે ઉતાર-ચઢાવ જાેવા મળી રહ્યા છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાત પરથી દૂર થઈ રહી છે માટે કમોસમી વરસાદનું જાેર ઘટી જશે.

૨૪ કલાક બાદ રાજ્યમાંથી વાદળછાયું વાતાવરણ પણ દૂર થઈ જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. હવામાન વિભાગે વરસાદથી મુક્તિ મળવાની સાથે તાપમાનમાં વધારો થવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે.

ગુજરાત પરથી ખતરો ટળી રહ્યો છે પરંતુ બીજી તરફ બંગાળની ખાડીમાં ચક્રવાત ઉભું થવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે ટૂંકા ગાળામાં વાવાઝોડું કઈ તરફ આગળ વધશે તે ટ્રેક કરી શકાશે. આ વાવાઝોડાની અસર ક્યાં થશે તે અંગેની હજુ સંભાવનાઓ વ્યક્ત કરાઈ નથી, કારણ કે ડિપ્રેશન કે લો-પ્રેશર ક્રિએટ થયા પછી જ તેની ગતિ સહિતની સચોટ માહિતી મેળવી શકાય છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.