Western Times News

Gujarati News

રાજ્યાભિષેક બાદ પ્રિન્સ ચાર્લ્સ ભારતની મુલાકાત લે એવી શક્યતા

નવી દિલ્હી, બ્રિટનમાં પ્રિન્સ ચાર્લ્સના રાજ્યાભિષેકની તૈયારીઓ પૂરજાેશમાં ચાલી રહી છે. પ્રિન્સ ચાર્લ્સની આવતીકાલે તાજપોશી થવાની છે ત્યારે ભારતીય મૂળના બ્રિટનના બિઝનેસમેન લોર્ડ કરન બિલિમોરિયાએ કહ્યુ છે કે, બ્રિટનના સમ્રાટ ચાર્લ્સ ભારત યાત્રા કરવાની ઈચ્છા ધરાવે છે. Prince Charles is likely to visit India after the coronation

રાજ્યાભિષેક પહેલા બિલિમોરિયાએ સંસદ પરિસદમાં સાંસદોના એક ગ્રુપ સાથે વાતચીત દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો હતો.
બિલિમોરિયાએ કહ્યુ હતુ કે ,ભારત અને બ્રિટન વચ્ચે મજબૂત થઈ રહેલા સબંધોને જાેતા કિંગ ચાર્લ્સ બહુ જલ્દી ભારતની મુલાકાત લે તે માટે હું અનુરોધ કરુ છું.

ઉલ્લેખનીય છે કે, રાજયાભિષેકમાં પણ રાજવી પરિવારે લીધેલા ર્નિણય પ્રમાણે ભારતમાંથી લૂંટાયેલો અને હવે બ્રિટન પાસેનો કોહીનૂર હીરો દેખા નહીં દે. ક્વીન કેમિલા રાજ્યાભિષેકમાં જે તાજ પહેરશે તેમાં કોહીનૂર હીરો નહીં રાખવામાં આવે. જાણકારોનુ માનવુ છે કે,

કોહીનૂર હીરાને લઈને રાજવી પરિવાર ભારતમાં સંવેદના ભડકાવવા નથી માંગતો. બીજી તરફ મુંબઈના ડબ્બાવાલાઓએ પણ કિંગ ચાર્લ્સને પરંપરાગત પૂણેરી પાઘડી અને એક શાલ રાજ્યાભિષેક પ્રસંગે ભેટમાં આપી છે. પ્રિન્સ ચાર્લ્સ ડબ્બાવાળાઓના ફેન રહ્યા છે. ભૂતકાળમાં પણ ભારત પ્રવાસે તેઓ આવ્યા ત્યારે ડબ્બાવાળાઓને મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.