Western Times News

Gujarati News

5 વર્ષ અગાઉ ક્રૂરતાપૂર્વક પશુઓને આઇસરમાં લઇ જનાર ત્રણને 7 વર્ષની કેદ

ખેડા નજીકથી આયસર માં બેરહેમી પૂર્વક નવ જેટલા પશુઓને લઈ જતા સન 2019 માં ખેડા પોલીસે પકડી પાડી ત્રણ સામે ગુનો દાખલ કર્યો હતો. આ કેસ નડિયાદ કોર્ટમાં ચાલી જતા નડિયાદ કોર્ટે 3 આરોપીઓને કસૂરવાર ઠેરાવી સાત વર્ષની સખત કેદની સજા ફટકારી છે તેમજ એક એક લાખ રૂપિયા દંડ પણ ફટકાર્યો છે.
આ બનાવ અંગે મળતી માહિતી મુજબ ખેડા પોલીસ સન 2019 માં પેટ્રોલિંગમાં હતી તે વખતે ખેડા નજીકથી આઈશર ગાડી નં.એમ.એચ.૧૫.ડી.કે.૦૩૦૩ માં સાત ગાયો તથા નાના મોટા વાછરાડા તથા નાની મોટી વાછરડી ૯ મળી કુલ ૧૬ ગૌવંશ કુરતાથી દોરડાથી આગળનાપગ તથા ટુંકા દોરડાથી ગળે બાંધી કતલખાને લઈ જતા  પોલીસે પકડી પાડ્યા હતા.
ગૌવંશ તથા આઈશર ગાડી સાથે કુલ રૂ।.૮,૬૫,૦૦૦-ના મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસના હાથે ત્રણ વ્યક્તિઓ જે તે વખતે પકડાયા હતા જેમાં  વિજય અશોકભાઈ નીકમ,રહેવાસી : નાશીક, હિરાવાડી, પંચવટી, મહારાષ્ટ્ર,  ઉમેશભાઈ નિરંજનભાઈ ઠકકર રહેવાસી : નાશીક, પંચવટી, મહારાષ્ટ્ર, અને જીતેન્દ્રભાઈ દેવજીભાઈ દેવગાણીયા,રહેવાસી : લોએંગા, તા.મહુવા, જી.ભાવનગર નો સમાવેશ થાય છે
ખેડા પોલીસે ગુજરાત પશુ સંરક્ષણ(સુધારા) અધિનિયમ–૨૦૧૭ ની કલમ ૫, ૬(એ), ૮ તથા પ્રાણી કુરતા અધિનિયમની કલમ ૧૧(ડી)મુજબ ફ૨ીયાદ નોધી તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી આ કેસ  નડીયાદ ત્રીજા એડિશ્નલ સેસન્સ જજ પી.પી.પુરોહિત ની કોર્ટમાં ચાલ્યો હતો.
સ્પેશીયલ પબ્લીક પ્રોસીક્યુટર ધર્મેન્દ્ર સી. પ્રજાપતીની દલીલોને તેમજ કુલ ૦૭ સાહેદોના પુરાવા અને લગભગ ૦૨ જેટલા દસ્તાવેજી પુરાવાઓ વિગેરે ધ્યાને લઈ કોટે  ગુજરાત પશુ સંરક્ષણ(સુધારા) અધિનિયમ-૨૦૧૭ ની કલમ ૬(એ) સાથે
વાંચતા કલમ ૮ મુજબના ગુનામાં તમામ આરોપીઓને તકસીરવાન ઠરાવી સાત વર્ષની સખત કેદની સજા તથા પ્રત્યેક આરોપીને રૂા.૧,૦૦,૦૦૦ દંડ અને દંડ ના ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો હુકમ કરેલ છે.
ઉપરાંત ગુનાના વપરાયેલ આઈશર ગાડીનં.એમ.એચ.૧પ.ડી.કે.૦૩૦૩ સરકારશ્રી ખાતે ખાલસા કરવાનો  કોર્ટ ધ્વારા હુકમ કરવામાં આવેલ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.