Western Times News

Gujarati News

Cyclone Mochaની અસરથી વરસાદ શરૂ થયો

નવી દિલ્હી, Cyclone Mochaની અસર દેશના ઘણા રાજ્યોમાં જાેવા મળી રહી છે. હવામાન વિભાગે બંગાળ, ઓડિશા અને છત્તીસગઢના દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત દેશના ઘણા મેદાની વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગે જણાવ્યું કે Cyclone Mochaથી દેશના કયા કયા ભાગો પ્રભાવિત થશે? IMDના ડીજી મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર તોફાન ધીમે ધીમે બંગાળની ખાડીના મધ્ય ભાગ તરફ આગળ વધશે અને ૧૦ મે સુધીમાં તે વધુ તીવ્ર બનશે. તેની અસરને કારણે આંધ્ર પ્રદેશ, બિહાર, પંજાબ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કેરળ, કર્ણાટકના દક્ષિણ ભાગો, તમિલનાડુ, પુડુચેરી, આસામ, અરુણાચલ પ્રદેશ અને મેઘાલયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. Rains started due to the impact of Cyclone Mocha

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ૧૦ મેના રોજ Cyclone Mocha દક્ષિણપૂર્વ બંગાળની ખાડી, પૂર્વ મધ્ય બંગાળની ખાડી અને આંદમાન સમુદ્રની આસપાસના વિસ્તારોમાં તોફાનનું સ્વરૂપ લેશે. જેના કારણે ૧૨ મે સુધી મોટાભાગના સ્થળોએ મધ્યમ વરસાદ જાેવા મળશે. ૯ થી ૧૧ મે દરમિયાન દરિયાકાંઠા અને સરહદી વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ દરમિયાન ૭૦-૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે.

બંગાળ અને ઓડિશા બંનેમાં આ વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે ૯ મેના રોજ દેશની રાજધાની નવી દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ૨૦ ડિગ્રી અને મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી નોંધાઈ શકે છે. આ દરમિયાન રાજધાનીમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના છે.

એજન્સી સ્કાયમેટ અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક કે બે જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની સંભાવના છે. આંદમાન અને નિકોબાર ટાપુઓના દક્ષિણ ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને આંદમાનના દરિયામાં સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે અને દરિયામાં મોજા ઉંચા ઉછળી શકે છે. તમિલનાડુ, દક્ષિણ અને તટીય કર્ણાટક, કેરળ અને મધ્ય મહારાષ્ટ્રના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ સિવાય ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, મધ્ય ઉત્તર પ્રદેશ, લક્ષદ્વીપ, તેલંગણા, વિદર્ભ, મરાઠવાડા અને આંધ્રપ્રદેશમાં હળવો વરસાદ થવાની સંભાવના છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.