Western Times News

Gujarati News

હર્ષદ ચોપરા પ્રણાલી રાઠોડ સાથે રિલેશનશિપમાં છે?

મુંબઈ, જ્યારે સીરિયલમાં સાથે કામ કરતાં હોય ત્યારે લીડ એક્ટર અને એક્ટ્રેસનું નામ એકબીજા સાથે લિંક થાય તે એકદમ સામાન્ય વાત છે. ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ હર્ષદ ચોપરા (અભિમન્યુ) અને પ્રણાલી રાઠોડ (અક્ષરા) સાથે પણ આવું જ થઈ રહ્યું છે. શોમાં તેમની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે અને તેઓ તેમને પ્રેમથી ઈંછહ્વરૈઇટ્ઠ કહીને બોલાવે છે. તેમની વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની ખબરો ઘણા સમયથી વહી રહી છે.

Yeh Rishta Kya Kehlata Hai Fame Harshad Chopra Pranali Rathore

જાે કે, બંનેમાંથી કોઈએ પણ મગનું નામ મરી પાડ્યું નથી. પરંતુ હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં બંનેને અફેરની ખબરો વિશે તેઓ શું વિચારે છે તેમ પૂછવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યૂમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડે ડેટિંગની અફવાને ફગાવી હતી. તેમણે કહ્યું હતું કે ‘એવું કંઈ જ નથી. આ સમયે અમે કામ પર ધ્યાન આપી રહ્યા છીએ અને હાલમાં અમે એવોર્ડ ફંક્શનમાં જે ટ્રોફી જીતી છે, તે એ વાતનો પુરાવો છે કે અમારે કામ પર વધારે ધ્યાન આપવાનું છે’.

આ પહેલા આપેલા એક ઈન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, બંનેના અફેરની વાતો તેણે પહેલા સાંભળી નથી. મીડિયા તરફથી તેને હવે જાણવા મળ્યું છે. આ જ કારણથી સેટ પર મીડિયાને એન્ટ્રી નથી અપાતી તેમ પણ તેણે કહ્યું હતું. તેવું કહેવાય છે કે, ભલે બંને તેમની વચ્ચે કંઈ ન હોવાનું કહેતા હોય પરંતુ હકીકતમાં સેટ પર તેઓ સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરે છે.

પહેલા તેમની વચ્ચે મિત્રતા થઈ હતી અને તેને પ્રેમમાં બદલાવામાં સહેજ પણ વાર નહોતી લાગી. ગત વર્ષે પ્રણાલી રાઠોડના બર્થ ડે હર્ષદ ચોપરાએ એક સ્પેશિયલ પોસ્ટ શેર કરી હતી. તેણે લખ્યું હતું ‘મારી મિત્રને જન્મદિવસની શુભેચ્છા. મોટી મોટી આંખો ધરાવતી નાની વ્યક્તિ. દરેક દિવસ ખાસ હોય છે પરંતુ બર્થ ડે વધારે, એ દિવસ જે તમને યાદ અપાવે છે કે થોડા વર્ષ પહેલા આ જ દિવસે એક એવું જીવન ખીલ્યું હતું જે ઘણાના જીવનમાં ખુશી ફેલાવી રહ્યું છે.

સાચી મિત્ર બનવા બદલ આભાર. કારણ કે, મિત્રો વગરનું જીવન ફૂલ વગરના વૃક્ષ જેવું છે. હું તને જાણું છું તેને લગભગ એક વર્ષ થયું છે અને હું ઘણી વસ્તુઓ માટે તારો આભારી છું. જ્યારે કામ અને રિલેશનની વાત આવે ત્યારે તું બધું સમર્પિત કરી છે. મેં ક્યારેય તને નિરાશ થતાં જાેઈ નથી. હંમેશા તને ખુશી ફેલાવતા જાેઈ છે. જેવી છે તેવી જ રહેશે. અંગત હેતુથી તારા બર્થ ડેનો ઉપયોગ કરી રહ્યો છે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.