Western Times News

Gujarati News

બાયડમાં આવેલ લીમડાનું ઝાડ વગર વાવાઝોડાએ ધરાશયી

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) અરવલ્લી જીલ્લાના બાયડ ખાતે બસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ૩૦ વર્ષ જુનું લીમડાનું ઝાડ ધરાશાયી થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. બાયડ-મોડાસા હાઈવે ઉપર આવેલ બસ સ્ટેશન વિસ્તારમાં ૩૦ વર્ષ જુનું લીમડાનું ઝાડ આવેલું હતું . A neem tree in Bayad Gujarat fell down due to storm

સોમવારે રાત્રીના સુમારે એકાએક આ ઝાડ મુળિયાં સાથે ધરાશાયી થયું હતું અને ધડાકો થતાં આસપાસના સ્થાનિકો દોડી આવ્યા હતા. ઝાડ ધરાશાયી થતાં સદનસીબે જાનહાની ટળી હતી.

જાેકે આ ઝાડ ધરાશાયી થતાં રોડની સાઈડમાં લગાવવામાં આવેલી લોખંડની પાઈપને નુકશાન થયું હતું. ઝાડ એકાએક રાતના સુમારે ધરાશાયી થતાં હાઇવે ઉપર વાહનોની લાંબી કતારો જાેવા મળી હતી. એક ક્લાક બાદ ઝાડને બાજુની સાઈડમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાર બાદ રસ્તો સાફ કરી ને વાહન વ્યવહાર સીંગલ પટ્ટી ચાલુ કરવામાં આવ્યો હતો.

બાયડનગરપાલિકા વિસ્તારમાં હજુ સુધી પણ ઘણા એવા અડીખમ વૃક્ષો આવેલા છે. જે ગમે ત્યારે ધરાશાયી થઈ જાય તેવી સંભાવના છે. જાે સવારના સુમારે જાે ઝાડ ધરાશાયી થયું હોત તો મોટી જાનહાની થઈ ગઈ હોત ગરમીથી બચવા માટે નાગરીકો છાંયડાનો સહારો લેતા હોય છે.

બાયડના મુખ્ય માર્ગો ઉપર આવેલ લીંમડાનું વૃક્ષમાં રોજીંદા વૃક્ષ ને પસાર થતા નાગરીકો આ છાંયડાનો લાભ લેતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.