Western Times News

Gujarati News

છેલ્લા ૧૪ વર્ષથી મનોજ બાજપેયીએ નથી કર્યું ડિનર

મુંબઈ, બોલિવુડના વર્સેટાઈલ એક્ટર મનોજ બાજપેયીએ હાલમાં જ ખુલાસો કર્યો છે કે, તેઓ છેલ્લા ૧૪ વર્ષથી રાત્રે જમતા નથી. સામાન્ય રીતે લોકો ફિટ રહેવા માટે એક્સર્સાઈઝ અને યોગ કરે છે, જિમ જાય છે અને ત્રણવાર સંતુલિત પ્રમાણમાં ભોજન લે છે. પરંતુ મનોજ બાજપેયીનો તંદુરસ્તી જાળવવા માટેનો અનોખો ફંડા છે.

તેમણે પોતાના રૂટિનમાંથી ડિનરને કાપી નાખ્યું છે. મનોજ બાજપેયીએ હાલમાં જ આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે, તેમણે ડિનર છોડવાનો ર્નિણય કેવી રીતે કર્યો અને કઈ રીતે તેમના દાદાજી આના માટે પ્રેરણારૂપ બન્યા. ડિનર ના કરવાથી શરૂઆતમાં તકલીફ થતી હતી તેમ પણ જણાવ્યું.

મનોજ બાજપેયી હાલ આગામી ફિલ્મ ર્સિફ એક બંદા હી કાફી હૈ’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. મનોજ બાજપેયીએ હાલમાં જ કર્લી ટેલ્સને ઈન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં ડિનર છોડવા અંગે વાત કરી હતી.

કેટલા વર્ષથી ડિનર નથી કર્યું એવો સવાલ પૂછાતાં મનોજ બાજપેયીએ કહ્યું, ૧૩-૧૪ વર્ષ થઈ ગયા. મેં વિચાર્યું કે, મારા દાદા ખૂબ પાતળા હતા અને હંમેશા ફિટ રહેતા હતા. મેં વિચાર્યું કે, ચાલો હું પણ તેમના પગલે ચાલું. મેં જ્યારે તેનું પાલન શરૂ કર્યું તો મારું વજન કંટ્રોલમાં રહેવા લાગ્યું. હું ખૂબ ઊર્જાવાન અનુભવતો હતો.

ત્યારથી મેં નક્કી કરી લીધું કે રાત્રે ડિનર નહીં કરું અને આ રૂટિન ફોલો કરીશ. મનોજ બાજપેયીએ આગળ કહ્યું, “પછી તેમાં મેં એક ટિ્‌વસ્ટ ઉમેર્યો, ક્યારેક હું ૧૨ કલાક તો ક્યારેક ૧૪ કલાકનું ફાસ્ટિંગ કરતો હતો. મેં ધીમે-ધીમે રાતનું જમવાનું બંધ કર્યું. હવે અમારા ઘરે લંચ પછી કિચનમાં કઈ નથી બનતું.

જ્યારે મારી દીકરી હોસ્ટેલથી આવે છે ત્યારે જ રાત્રે જમવાનું બને છે. મનોજ બાજપેયીએ જણાવ્યું કે, આ રૂટિનનું પાલન કરવામાં ખૂબ મુશ્કેલી આવી હતી. એટલે ભૂખ મારવા માટે તેઓ ખૂબ પાણી પીતા હતા અને બિસ્કિટ ખાતા હતા. મનોજ બાજપેયીનું માનીએ તો, આ રૂટિનના કારણે તેમની લાઈફસ્ટાઈલ ઘણી બદલાઈ ગઈ.

હાલ તેમને કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ કે હાર્ટ સંબંધિત કોઈ બીમારી નથી. મનોજ બાજપેયીની ફિલ્મ ‘ર્સિફ એક બંદા કાફી હૈ’ની વાત કરીએ તો આ ફિલ્મમાં તેઓ એક વકીલના રોલમાં છે. ફિલ્મમાં તેઓ એક સ્વયંભૂ ગુરુ સામે લડતા જાેવા મળે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.