Western Times News

Gujarati News

ખંભાળીયામાં 15 કરોડના ખર્ચે રેલ્વે સ્ટેશન આધુનિક બનાવાશે

ખંભાળીયા, સાંસદ પૂનમબેન માડમના સફળ પ્રયાસોથી ખંભાળીયાના રેલ્વે સ્ટેશનના આધુનિકરણ કરવા માટે રૂા.૧પ કરોડ મંજુર કરવામાં આવ્યા છે. તાજેતરમાં ડીવિઝનલ એન્જીનિયર રાજકોટ, જામનગર તથા ખંભાળીયાના ઈજનેર દ્વારા સ્થાનિક નગરપાલિકાના અધિકારીઓને સાથે રાખીને આ બાબતેે ચર્ચા વિચારણા તથા સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી.

ખંભાળીયાનું જૂનુ રેલ્વે સ્ટેશન રાજાશાહીના સમયનું હોઈ આ રેલ્વે સ્ટેશનના પ્રાચીન લૂકને યથાવત રાખીને બાજુમાં નવી જગ્યા મેળવીને રૂા.નવ કરોડનું આધુનિક સગવડવાળુ રેલ્વે સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં બે પ્લેટફોર્મ પાર્કિંગની સુવિધા આગળ નાનો બગીચો બનશે. હાલના રેલ્વે સ્ટેશનથી જડેશ્વરથી જામનગર ફાટક રોડ સુધી ૩૦ મીટર જેટલુ આગળ રેલ્વે સ્ટેશન આવશે.

હાલ, જે રેલ્વે છે તે વિકાસ માટેે ૩૦ મીટર જેટલું આગળ આવતા રેલ્વે સ્ટેશન પાસે જડેશ્વર રોડ પર પાણીની ટાંકી છે તેની પાછળના ભાગમાંથી હાલના ચારરસ્તા મિલન વાળો રોડ નીકળશે. જેે કચ્છી પાડામાં થઈ રેલ્વે ક્વાર્ટર છે ત્યાંથી પટેલ બેટરી પાસે થઈને આગળ જાય એવું હાલ આયોજન કરવામાં આવ્યુ છે.

ખંભાળીયાના સ્ટેશનની નજીકના રેલ્વે ફાટક પર રાજ્ય સરકાર રૂા.૪ર કરોડના ખર્ચેે ઓવરબ્રિજ બનાવતી હોય આ ઓવરબ્રિજનો પ્લાનમાં પણ નવા રેલ્વે સ્ટેશનની ડીઝાઈનથી ફેરફાર પણ હાલના રેલ્વગે ક્વાર્ટર પાસેથી આ બ્રિજ શરૂ થતો હતો. તથા રાણા પ્રતાપની પ્રતિમાની પહેલાં આ બ્રિજ પૂૃણ થશે એવું આયોજન કરવામાં આવ્યુ હતુ. તેમાં પણ હવે ફરફાર થશે.

રૂા નવ કરોડનો ખંભાળીયા રેલ્વે સ્ટેશનના વિકાસ સાથે અનેક નવી સગવડ પ્રાપ્ત થશે તો હાલનો રસ્તો બંધ કરી ત્યાં સુધી રેલ્વે સ્ટેશન વિસ્તારના જડેશ્વરથી જામનગર જતા રોડ કચ્છી પાડામાં ે થઈને નીકળતા અનેકે મકાનો દુર થશે. ઉલ્લેખનીય છે કે ખંભાળીયાનું રેલ્વે સ્ટેશન પ્રત્યેક વૃષે કરોડોની આવક રેલ્વેનેે આપે છે ત્યારે આ નવી સગવડતાથી આવકમાં પણ વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.