Western Times News

Gujarati News

નડિયાદની મેથોડીસ્ટ હોસ્પિટલને જપ્તીની નોટીસ ઈસ્યુ કરાઈ

(પ્રતિનિધિ) નડિયાદ, નડિયાદમાં ગરીબ, મધ્યમ વર્ગ માટે એક સમયે આર્શીવાદ રૂપ રહેલી મેથોડીસ્ટ હોસ્પિટલ (મીશન)ના ઇઇઝ્ર,( રેવન્યુ રિકવરી સર્ટિફિકેટ) હેઠળ રું એક કરોડ થી વધુ લ્હેણાની રકમ બાકી પડતા કલેકટરે જપ્તીની નોટીસ ઈસ્યુ કરી  છે. A seizure notice was issued to Methodist Hospital in Nadiad

હોસ્પિટલની તમામ મીલકતો પર જપ્તીની કાર્યવાહી કરવા નોટીસ લગાવવામાં આવતાં હોસ્પિટલના વહીવટ સામે પડકાર ઊભો થયો છે. અને આ બનાવથી ખળભળાટ મચી જવા પામ્યો છે.

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ નડિયાદ થી દબાણ જવાના માર્ગ પર મિશન રોડ નું નામકરણ જેના થકી થયું છે તે મેથોડીસ્ટ હોસ્પિટલ (મીશન)એ લાંબા વર્ષોથી ચાલી આવેલી હોસ્પિટલ છે. વચ્ચે બંધ કરી દેવામાં આવેલી આ હોસ્પિટલ થોડા સમય અગાઉ જ પુનઃ શરૂ કરાઈ હતી.

ત્યારે આ મેથોડીસ્ટ હોસ્પિટલના ઇઇઝ્ર હેઠળ લ્હેણાની રકમ બાકી પડતા તંત્રએ જપ્તીની નોટીસ ઈસ્યુ કરી છે. આ તમામ મીલકતો પર જપ્તીની કાર્યવાહી કરવા આદેશ જારી થતાં સીટી મામલતદારે પોતાના સ્ટાફ સાથે ગતરોજ હોસ્પિટલમાં આવી આ બાબતે નોટીસ ચીપકાવી હતી.

હોસ્પિટલના મુખ્ય દરવાજે, હોસ્પિટલની અંદર, હોસ્પિટલની એમ્બ્યુલન્સ સહિત આ નોટીસો ચીપકાવી છે. આ નોટીસમાં જણાવાયું છે કે, કલેકટર નડિયાદનાઓ કુલ-૧૩ આર.આર.સી. સર્ટીફિકેટની બાકી વસુલાતના સંદર્ભે આ કામના બાકીદાર મેથોડીસ્ટ હોસ્પીટલ, મીશન રોડ, નડિયાદ જમીન મહેસુલ અધિનિયમ-૧૮૭૯ની કલમ ૧૫૨,૧૫૪, ૧૫૫ તથા ૨૦૦ મુજબની જપ્તીની નોટીસ

તથા જમીન મહેસુલ નિયમ ૧૧૮ મુજબ નોટીસ બજાવવા છતાં મોટી લ્હેણાની રકમ આજ દિન સુધી બાકીદાર દ્વારા ભરવામાં આવેલ નથી. જેથી આર.આર.સી, હેઠળ સ્થાવર, જંગમ મિલકતની જપ્તીની કાર્યવાહી કરવા માટે આ નોટીસ લગાવવામાં આવેલ છે.

આ મામલે નડિયાદ સીટી મામલતદારે જણાવ્યું હતું કે, છેલ્લી નોટિસ ૧૭ ફેબ્રુઆરીના રોજ અત્રેની કચેરી દ્વારા આપવામાં આવી હતી. આમ છતાં પણ નાણાંની ભરપાઈ નહી કરવામાં આવતાં કલેકટરના હુકમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

અંદાજે ૧ કરોડ ૪ લાખ રૂપિયા બાકી હોવાને કારણે હોસ્પિટલમાં નોટીસ લગાવી સીલ કરાઈ છે.અત્રે નોંધનીય છે કે વર્ષોથી કાર્યરત આ હોસ્પિટલના સ્ટાફ ના બાકી લેણા બાબતે લેબર તેમજ અન્ય કોર્ટમાં થયેલા કેસના ચુકાદા સંદર્ભમાં લેણદારો તરફે થયેલા ચુકાદા બાદ પણ આ હોસ્પિટલના સંચાલકોએ

આ લેણદારોને ચુકાદા મુજબ રકમ ના ચૂકવતા આખરે લેણદારોએ કોર્ટમાં દરખાસ્ત કરી હતી આ દરખાસ્તના આધારે કોર્ટ દ્વારા આ રકમ વસૂલ કરવા માટે જિલ્લા કલેકટર તરફ દરખાસ્તો રવાના કરતા આખરે જિલ્લા કલેકટરે આવી ૧૩ દરખાસ્તોમાં હોસ્પિટલના સંચાલકો પાસેથી લેણા ની રકમ વસૂલ કરવા કાર્યવાહી હાથ ધરી છે અને વારંવાર ની નોટિસ છતાં પણ આ રકમો ના ભરત આખરે જપ્તી નોટિસ ઈસ્યું કરતા ખળભળાટ મચી ગયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.