Western Times News

Gujarati News

59 રનમાં ઓલઆઉટ થઈ સંજુ સૈમસનની સેના

રોયલ ચૈલેંજર્સ બેંગ્લોર સામે રાજસ્થાન રોયલની ભૂંડી હાર-RCB એ૧૭૧ રન બનાવ્યા હતા, જાે કે, RR આ સ્કોરને ચેઝ કરી શકી ન હતી અને માત્ર ૫૯ રનમાં સમેટાઈ

જયપુર,  રાજસ્થાન રોયલ (IPL T20 RR) અને બેંગ્લોર  (RCB) વચ્ચે રમાયેલી મેચમાં ઇઝ્રમ્એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. ઇઝ્રમ્ પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૫ વિકેટ ગુમાવીને ૧૭૧ રન ફટકાર્યા હતા. જવાબમાં રાજસ્થાનની ટીમ ૧૦.૩ ઓવરમાં ૫૯ રને સમેટાઈ ગઈ હતી. ઇઝ્રમ્એ ૧૧૨ રનના જંગી સ્કોરથી આ મેચ પોતાના નામે કરી લીધી હતી. બેંગ્લોરની સીઝનની આ છઠી જીત છે.

૧૭૨ રનના લક્ષ્યનો પીછો કરનારા રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખૂબ ખરાબ રહી હતી. બીજા જ બોલ પર મોહમ્મદ સિરાઝે યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલીને કેચ આપી દીધો હતો. ગત મેચમાં યશસ્વી મેચમાં સેન્ચ્યુરી ફટકારનાર યશસ્વી પોતાનું ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો.

બે બોલમાં સામનો કરીને યશસ્વી જયસ્વાલ પેવેલિયન પરત ફર્યો હતો. બીજી ઓવરમાં વેન પાર્નેલે રાજસ્થાનના ટોપ ઓર્ડરની કમર તોડી નાંખી હતી. બીજી વેન પાર્નેલે જાેસ બટલરને પવેલિયન ભેગો કર્યો હતો. જાેસ બટલર પણ પોતાનું ખાતુ ખોલી શક્યો ન હતો અને સિરાઝને કેચ આપી બેઠો હતો.

આજ ઓવરની ચોથી બોલ પર કેપ્ટન સંજુ સૈમસન વિકેટ આપી બેઠો હતો. સંજૂએ ૫ બોલમાં ૪ રન બનાવ્યા હતા અને અનુજ રાવતને કેચ આપી બેઠો હતો. ૭ રનની અંદર જ રાજસ્થાનની ૩ વિકેટ પડી ગઈ હતી. ૫મી ઓવરની બીજી બોલ પર રાજસ્થાનને ચોથો ઝટકો લાગ્યો હતો

અને માઈકલ બ્રેસવેલે દેવદત્ત પડિક્કલની વિકેટ લઈ લીધી હતી. પડિક્કલ માત્ર ૪ બોલમાં ૪ રન જ બનાવી શક્યો હતો. પાવરપ્લેની છેલ્લી ઓવરમાં રાજસ્થાનની પાંચ વિકેટ પડી ગઈ હતી. વેન પાર્નેલે જાે રુટને ન્મ્ઉ આઉટ કર્યો હતો. ૈંઁન્ની પહેલી મેચ રમી રહેલા જાે રુટ માત્ર ૧૫ બોલમાં ૧૦ રન બનાવી શક્યો હતો.

પાવર પ્લેમાં રાજસ્થાનને ૫ વિકેટ પર ૨૮ રન બનાવ્યા હતા. ૭મી ઓવરમાં રાજસ્થાને છઠ્ઠી વિકેટ ગુમાવી હતી. માઈકલ બ્રેસવેલે ધ્રુવ ઝુરૈલને આઉટ કર્યો હતો. તે પણ ૭ બોલમાં માત્ર ૧ રન બનાવી શક્યો હતો. ૮મી ઓવરમાં છેલ્લી બોલમાં આર અશ્વીન આઉટ થયો હતો. ત્યારબાદ અનુઝ રાવત આઉટ થયો અને ૧૦મી ઓવરમાં હેટમાયર આઉટ થયો.

હેટમાયર ૧૯ બોલમાં ૩૫ રન બનાવી ક્યો હતો. જ્યારે એડમ જૈમ્પાએ ૨ રન એને કેએમ આસિફ ખાતુ પણ ખોલાવી શક્યો ન હતો. રોયલ ચેલેંજર્સ બેંગ્લોરની બેટિંગની વાત કરીએ તો. વિરાટ કોહલી અને ફાક ડુપ્લેસી પ્રથમ બેટિંગ કરવા આવ્યા હતા. સાતમી ઓવર સુધી બંનેની પાર્ટનરશીપ જામી હતી.

પરંતુ સાતમી ઓવરના છેલ્લા બોલ પર વિરાટ કોહલી આઉટ થયો તો. વિરાટ કોહલી ૧૯ બોલમાં ૧૮ રન બનાવી શક્યો હતો. ત્યારબાદ ૧૫મી ઓવરમાં ફાફ ડુપ્લેસીએ પોતાની અર્ધ શતક પૂર્ણ કરી હતી. જાે કે, ફાફ ડુપ્લેસીએ પણ એમ આસીફની ઓવરમાં આઉટ થયો હતો. ડુપ્લેસીએ ૪૪ બોલમાં ૫૫ રન ફટકાર્યા હતા.

૧૮મી ઓવરમાં સંદીપ શર્માના ત્રીજા બોલ પર ગ્લેન મૈક્સવેલ ક્લીન બોલ્ડ થયો હતો. મૈક્સવેલે ૩૩ બોલ પર ૫૪ રન ફટકાર્યા હતા.આ મેચમાં દિનેશ કાર્તિક ફ્લોપ સાબિત થયો હતો. તેણે પોતાનું ખાતુ પણ ખોલાવ્યુ ન હતું. ૨૦ ઓવરમાં ઇઝ્રમ્ ૧૭૧ રન બનાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.