Western Times News

Gujarati News

મનસા દેવીની મૂર્તિએ અચાનક આંખો બંધ કરી દીધી

નવી દિલ્હી, પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં મનસા દેવી માતા સાથે જાેડાયેલા એક ચમત્કારની લોકોમાં ખૂબ ચર્ચા છે. એવો દાવો કરવામાં આવે છે કે, એક વ્યક્તિએ આ ચમત્કાર જાેયો જ્યારે મનસા દેવીની આંખો અચાનક બંધ થઈ ગઈ. આ ચમત્કારની વાત બીરભૂમના દુબરાજપુરમાં ઝડપથી ફેલાઈ ગઈ.

આ ઘટનાને જાેવા માટે દૂર-દૂરથી ભક્તો આવવા લાગ્યા, સૌ એ જાણવા ઉત્સુક હતા કે અહીં ખરેખર શું બન્યું છે? આ પ્રાચીન માનસા મંદિર બીરભૂમના દુબરાજપુરના દંગલતલા વિસ્તારમાં આવેલું છે. આ મંદિરમાં દરરોજ અનેક લોકો આવે છે, અને સવાર પડતાની સાથે જ અહીં દર્શન માટે પૂજા શરૂ થઈ જાય છે. સોમવારે સવારે મંદિરની મુલાકાતે આવેલા એક ભક્તે દાવો કર્યો કે, તેણે જાેયું કે મૂર્તિની આંખો બંધ હતી.

આ સમાચાર જંગલની આગની જેમ ફેલાઈ ગયા. આ પછી દૂર-દૂરના વિસ્તારોમાંથી ઘણા લોકો આ જગ્યાએ આવવા લાગ્યા. લોકોનો એક જ ઉદ્દેશ્ય હતો કે, આ ‘ચમત્કારી’ દ્રશ્ય એક વાર પોતાની આંખે જાેવાનું. સમાચાર મળ્યા પછી સૈનિકોએ જઈને આ જ ઘટના જાેઈ. જાેકે, બાદમાં મૂર્તિના મોંમાં પાણી આપવામાં આવ્યું અને આંખો ખુલી ગઈ.

કેટલાક સ્થાનિકોનો દાવો છે કે આ એક ચમત્કાર છે, કારણ કે શનિવાર રાત સુધી મૂર્તિની આંખો ખુલ્લી હતી. જાેકે, ખરેખર શું થયું હતું તે કોઈ કહી શક્યું નથી. કેટલાક લોકોએ વિચાર્યું કે, રંગને કારણે મૂર્તિની આંખો બંધ છે. પાણી આપતાં તે ધોવાઈ ગયું અને મૂળ સ્થિતિમાં આવી ગયું. કારણ ગમે તે હોય પરંતુ આસપાસના વિસ્તારોમાં તેની વ્યાપક ચર્ચા જાેવા મળી હતી. શ્રાવણ મહિનાના અંતિમ દિવસે, હિન્દુઓ તેમના ઘરોમાં મા મનસા દેવીની પૂજા કરે છે.

સ્થાનિક રહેવાસી સાગર ડેએ કહ્યું, “જ્યારે અમે સવારે આવ્યા તો જાેયું કે, મા મનસાની આંખો બંધ હતી. આ ઘટનાને જાેયા બાદ મંદિર પરિસરમાં ભીડ જાેવા મળે છે. આ પ્રકારની ઘટના પહેલા ક્યારેય બની નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.