Western Times News

Gujarati News

૫૦ વર્ષનો થયો બોલિવૂડ એક્ટર શાઈની આહુજા

મુંબઈ, સુપરહિટ ફિલ્મ ‘હઝારોં ખ્વાહિશે ઐસી’થી ડેબ્યૂ કરનાર એક્ટર શાઈની આહુજા લાંબા સમયથી પડદા પરથી ગાયબ છે. એક કથિત ભૂલને કારણે તે આજે ક્યાં છે અને શું કરી રહ્યો છે તે વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજે તારીખ ૧૫મી મેના રોજ શાઇની આહુજાના ૫૦મા જન્મદિવસની શુભેચ્છાઓ.

શાઈની આહુજાએ વર્ષ ૨૦૦૫માં ‘હઝારોં ખ્વાહિશે ઐસી’થી ડેબ્યૂ કર્યું હતું. પછી તેણે ‘ગેંગસ્ટર’, ‘વો લમ્હે’, ‘લાઇફ ઇન એ મેટ્રો’, ‘ભૂલ ભુલૈયા’ જેવી ઘણી ફિલ્મોમાં પોતાની એક્ટિંગનો જાદુ ચલાવ્યો. શાઇનીને તેની ડેબ્યૂ ફિલ્મ માટે ફિલ્મફેર પણ મળ્યો હતો. શાઈની આહુજાના જીવનમાં ત્યારે ભૂકંપ આવ્યો કે જ્યારે તેની હાઉસહેલ્પરે તેના પર રેપનો આરોપ લગાવ્યો હતો. આ ઘટના ભારે ચર્ચામાં આવી અને શાઈની આહુજાના ફેન્સ પણ આ જાણીને ચોંકી ગયા.

જ્યારે તે કોર્ટમાં સાબિત થયું ત્યારે તેને ૭ વર્ષની સજા સંભળાવાઈ. જાે કે ટ્રાયલ દરમિયાન નોકરાણી (પીડિતા)એ કોર્ટને કહ્યું કે તેના પર ક્યારેય બળાત્કાર થયો નથી. પછી ન્યાયાધીશે માન્યું કે નોકરાણીએ દબાણ હેઠળ ખોટી જુબાની આપી હતી. આ પછી બોમ્બે હાઈકોર્ટે ૨૦૧૧માં અભિનેતાને જામીન પર મુક્ત કર્યો.

પરંતુ જ્યારે તપાસ થઈ ત્યારે શાઈની બળાત્કારનો દોષી સાબિત થયો. વર્ષ ૨૦૧૧માં જ તેને ૭ વર્ષની સજા થઈ હતી. આ સાથે ૩ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૯માં શાઈની આહુજાના ઘરે કામ કરતી તેની ૧૯ વર્ષની નોકરાણીએ તેના પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મામલો ગંભીર હતો.

શાઈનીને જેલમાં જવું પડ્યું હતું અને ૨૦૧૧માં તેને ૭ વર્ષની સજા થઈ હતી. શાઇની આ ઘટનામાંથી ક્યારેય બહાર ન આવી શક્યો તેમજ લાઈમલાઈટથી સંપૂર્ણપણે દૂર થઈ ગયો. જાેકે, કેસમાં ટિ્‌વસ્ટ ત્યારે આવ્યો જ્યારે યુવતીએ ટ્રાયલ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું કે તેની સાથે ક્યારેય બળાત્કાર થયો નથી.

જાે કે, યુવતી દબાણમાં આવું બોલી રહી હોવાની શંકાને આધારે કોર્ટે શાઈનીને કોઈ છૂટ આપી ન હતી અને તેને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. શાઇની આહુજા છેલ્લે ‘વેલકમ બેક’માં સ્ક્રીન પર જાેવા મળ્યો હતો. પરંતુ ફિલ્મ ફ્લોપ રહી હતી. હવે તે સિનેમાની દુનિયાથી દૂર રહીને ગુમનામીનું જીવન જીવવા મજબૂર છે. હવે તે પોતાનો બિઝનેસ કરે છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.