Western Times News

Gujarati News

ભરૂચ દાંડિયા બજાર સ્થિત શનિદેવ મંદિર ખાતે શનિજયંતિ મહોત્સવની ઉજવણી કરાશે

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) કાશી પછી પ્રાચીન શહેર એવા ભૃગુઋષિની પાવન ધરા પર ભરૂચ શહેરમાં આવેલ દાંડિયા બજાર ખાતે શનિદેવ મંદિર આવેલ છે. Shanijayanti Mohotsav will be celebrated at Shanidev Mandir located in Bharuch Dandiya Bazar

આગામી તારીખ ૧૯.૫.૨૩ ને શુક્રવારના રોજ શનિજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે.તારીખ ૧૯.૫.૨૩ ને વૈશાખ વદ અમાવસ્યાના દિને શનિજયંતી મહોત્સવ અંતર્ગત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શનિજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર છે

જેમાં વિવિધ કાર્યક્રમ યોજાશે.વહેલી સવારે મંગળા આરતી સવારે ૬.૩૦ કલાકે, મધ્યાન આરતી બપોરે ૧૨ કલાકે, શનિયાગ બપોરે ૩ થી ૬ કલાકે, સંધ્યા આરતી સાંજે ૭ઃ૩૦ કલાકે યોજાશે. મંદિરમાં દર્શનનો સમય સવારે ૬ થી રાત્રિના ૧૦ વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે.

ભરૂચ શહેર અને જીલ્લાની ધર્મપ્રેમી જનતાને શનિજયંતિ મહોત્સવ ઉજવણી અંતર્ગત યોજાનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ ભગવાન શનિદેવના દર્શનનો લાભ લેવા શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચના ટ્રસ્ટીગણ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.