Western Times News

Gujarati News

૨૦મી મેએ અમિત શાહ ગાંધીનગર શહેરની મુલાકાતે આવશે

ગાંધીનગર, વધુ એકવાર કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી તથા ગાંધીનગરના સાંસદ અમિત શાહ ૨૦મી મેએ ગાંધીનગર શહેરની મુલાકાત લેવાના છે. શહેરમાં તથા પોતાના મત વિસ્તારમાં થયેલા વિકાસકાર્યોનું લોકાર્પણ કરવાની સાથે મહત્વના મુદ્દે ચર્ચા વિચારણા કરશે. આ દરમિયાન ગૃહમંત્રી બોરીજની ત્રણ આંગણવાડી કેન્દ્રોના બાળકોને રમકડાનું વિતરણ કરશે. Amit Shah will visit Gandhinagar on 20th May

આ રમકડાઓ શહેરમાં ઘરે-ઘરે ફરીને એકત્ર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી આ પછી ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયેલ ૪૦૦ કરોડના વિવિધ વિકાસકાર્યોની ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં હાજરી આપવાના છે.  GMERS ઓડિટોરિયમમાં યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોની સુખાકારી માટે વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવી રહ્યુ છે, આગામી સમયમાં શહેરીજનોની સુવિધામાં વધારો કરવા માટે જુદા-જુદા પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે. જેમાં કુલ ૪૦૦ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહ તથા સહકારિતામંત્રી અમિતભાઈ શાહના હસ્તે કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, સાંસદ સભ્ય હસમુખભાઈ પટેલ, મેયર હિતેશભાઈ મકવાણા, ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર, રીટાબેન પટેલ, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલ, સ્ટેન્ડિંગ ચેરમેન જસવંતભાઈ પટેલ તેમજ કાઉન્સિલરો ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમમાં સેક્ટર-૨૧ ડિસ્ટ્રીક્ટ શોપિંગ સેન્ટર ખાતે પાર્કિંગના નવીનીકરણની કામગીરી, સેક્ટર-૧૧, ૧૭, ૨૧ અને ૨૨ના આંતરિક રોડને ફોરલેન કરવાની કામગીરી અને વિવિધ સ્થાનો પર સોલાર રૂફટોપ સિસ્ટમ અને સોલાર ટ્રી મુકવાની કામગીરીનું લોકાર્પણ કરવામાં આવશે.

આ ઉપરાંત રોડ નંબર-૬ એલસી, 11C  પર રેલ્વે ઓવરબ્રીજ બનાવાવની કામગીરી, રાંધેજા અને પેથાપુર વિસ્તારમાં નવા સ્મશાનગૃહ તથા હયાત સ્મશાનના રિનોવેશનની કામગીરી, ગાંધીનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તથા કર્મચારીઓ માટે સ્ટાફ ક્વાટર્સ બનમાવવાની કામગીરી, વાવોલ મહાકાળી ટેમ્પલ ખાતે તળાવ ડેવલપમેન્ટની કામગીરી, સે. ૨, ૨૪ અને ૨૯ના અર્બન હેલ્થ સેન્ટરમાં ફર્નિચરની કામગીરી, સે. ૨૬માં બગીચાના રિનોવેશનની કામગીરી, સે. ૩૦ અને બોરીજ ગામમાં બગીચાઓના રિનોવેશનની કામગીરી, સે. ૧ (ગાયત્રી મંદિર), સે. ૩-એ-કોર્નર, સે. ૨૧ અપનાબજાર, સે. ૨૧ પંચશીલ સોસાયટી, સે. ૨૩ વિરાટનગર બગીચાઓની રિનોવેશનની કામગીરી કરવામાં આવશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.