Western Times News

Gujarati News

બેઠાડું જીવન, બિનઆરોગ્યપ્રદ ખોરાક અને તણાવને કારણે કાર્ડિયો વેસ્ક્યુલર બિમારીઓનો વ્યાપ વધ્યો

કોરોનરી ઇમેજિંગ એન્જિયોપ્લાસ્ટીમાં ચોકસાઈ આપે છે અને દર્દીઓ માટે પરિણામોમાં સુધારો થાય છે – ડો. હેમાંગ બક્ષી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ

Ahmedabad, છેલ્લાં કેટલાક વર્ષોમાં હાર્ટ એટેકની ઘટનાઓ નોંધપાત્ર રીતે વધી છે, ખાસ કરીને 35 થી 50 વર્ષની વયની યુવા વસ્તીમાં. કાર્ડિયોવાસ્ક્યુલર રોગો (CVD) જેમ કે કોરોનરી ધમની બિમારી, હાર્ટ ફેલ થવું, સ્ટ્રોક, એરિથમિયા, પેરિફેરલ ધમની બિમારી વગેરે ભારતમાં મૃત્યુદરનું મુખ્ય કારણ છે.

ભારતમાં કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓનો વ્યાપ મુખ્યત્વે બેઠાડું જીવનશૈલી, બિનઆરોગ્યપ્રદ આહાર પેટર્ન અને ભારે તણાવને આભારી છે. Coronary Imaging Facilitates Accuracy in Angioplasty: Improving Outcomes for Patients – Dr Hemang Baxi, Interventional Cardiologist, Marengo CIMS Hospital

ભારતીયોમાં સૌથી વધુ કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD) દર જોવા મળે છે. ભારત વિશ્વના સૌથી યુવા દેશોમાંનો એક છે અને તેની 66% વસ્તી 35 વર્ષથી ઓછી વયની છે છતાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગોના કારણે મૃત્યુમાં પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે.

કોરોનરી ધમની હૃદયના સ્નાયુને લોહી, ઓક્સિજન અને પોષક તત્વો પ્રદાન કરવા માટે જવાબદાર છે. જ્યારે કોરોનરી ધમનીઓની દિવાલોમાં પ્લેક એકઠી થાય છે, ત્યારે તે રક્ત પ્રવાહને અવરોધે છે અથવા ઘટાડે છે, જેના કારણે છાતીમાં દુખાવો, ઉબકા, ઠંડો પરસેવો અને શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જોવા મળે છે. આવા લક્ષણોને જો અવગણવામાં આવે તો તે ગંભીર સમસ્યાઓ તરફ દોરી શકે છે, જેમાં હાર્ટ એટેક અને હાર્ટ ફેલ્યોરનો સમાવેશ થાય છે.

“અદ્યતન ટેકનોલોજી સાથે કોરોનરી ઇમેજિંગ એ સીએડીની સારવાર અને એન્જીયોપ્લાસ્ટી કરવા માટે એક મૂલ્યવાન સાધન છે. આથી, વ્યાપક દર્દી સંભાળ સુનિશ્ચિત કરવા માટે નવીનતમ ટેક્નોલોજીને સ્વીકારવું અને અપનાવવું મહત્વપૂર્ણ છે.

દર્દી-કેન્દ્રિત અભિગમ, કમ્યૂનિકેશન અને કરુણા પર ધ્યાન, દર્દીઓને જીવનની સારી ગુણવત્તાનો આનંદ માણવા માટે શ્રેષ્ઠ સંભવિત પરિણામો પ્રાપ્ત કરવા માટે જરૂરી છે,” ડો. હેમાંગ બક્ષી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ.

સીએડી (CAD) ની સારવાર માટેની મુખ્ય પદ્ધતિ

એન્જીયોપ્લાસ્ટી એ ન્યૂનતમ ઈન્વેઝિવ પ્રોસીજર છે જેનો ઉપયોગ સંકોચાયેલી અથવા અવરોધિત રક્તવાહિનીઓને પહોળો કરવા માટે થાય છે, ખાસ કરીને હૃદયના સ્નાયુઓને રક્ત પુરવઠો આપતી કોરોનરી ધમનીઓ. એન્જીયોપ્લાસ્ટી કરવા માટે, કાર્ડિયોલોજિસ્ટ જંઘામૂળ અથવા કાંડાની ધમનીમાં કેથેટર નામની પાતળી ટ્યુબ દાખલ કરવામાં આવે છે,

અને તેને કોરોનરી ધમનીમાં અવરોધિત વિસ્તારમાં માર્ગદર્શન આપે છે. પછી કેથેટર ધમનીને પહોળી કરવા અને રક્ત પ્રવાહને પુનઃસ્થાપિત કરવા માટે એક નાનો બલૂન ફૂલાવે છે. સીએડી ધરાવતા દર્દીઓ માટે આ પ્રક્રિયાની વારંવાર ભલામણ કરવામાં આવે છે. એન્જીયોપ્લાસ્ટી કરવાનો અંતિમ નિર્ણય દર્દીનું મેડિકલ બેકગ્રાઉન્ડ અને લક્ષણો તેમજ કોરોનરી ધમનીઓમાં અવરોધોની માત્રા અને સ્થિતિ સહિતના વિવિધ પરિબળો પર આધાર રાખે છે.

ઇમેજિંગ ટેક્નોલોજીસથી એન્જીયોપ્લાસ્ટીમાં ચોક્સાઈ મળે છે

મેડિકલ ટેક્નોલોજીની પ્રગતિએ સીએડી ધરાવતા દર્દીઓ માટે એન્જીયોપ્લાસ્ટીને વધુ સુરક્ષિત અને વધુ અસરકારક સારવાર વિકલ્પ બનાવ્યો છે. સૌથી નોંધપાત્ર પ્રગતિ એ નવીનતમ ઇમેજિંગ ટેક્નોલોજીસ છે, જે કોરોનરી ધમની બિમારીના નિદાન અને સારવારમાં નિર્ણાયક ભૂમિકા ભજવી રહી છે.

કોરોનરી ઇમેજિંગ માટે વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં ઇન્ટ્રાવાસ્ક્યુલર અલ્ટ્રાસાઉન્ડ (IVUS) અને ઓપ્ટિકલ કોહેરેન્સ ટોમોગ્રાફી (OCT)નો સમાવેશ થાય છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને, ડોકટરો હવે પ્રોસીજરમાં વધુ સચોટતા અને ચોકસાઈ પ્રાપ્ત કરવામાં સક્ષમ છે, જે દર્દીના સારા પરિણામો તરફ દોરી જાય છે.

આ ઇમેજિંગ ટેક્નોલોજીસ કાર્ડિયોલોજિસ્ટ્સને ધમનીઓમાં અવરોધની તીવ્રતા અને પ્લેક બિલ્ડ-અપના પ્રકારને નિર્ધારિત કરવામાં મદદ કરે છે, જે તેમને એન્જિયોપ્લાસ્ટી અને સ્ટેન્ટિંગની જરૂર છે કે કેમ તે અંગે યોગ્ય નિર્ણય લેવાની મંજૂરી આપે છે.

આ ઉપરાંત, જો દર્દી એન્જીયોપ્લાસ્ટી પ્રોસીજર કરાવે છે તો નવા ઈનોવેટિવ ટૂલ્સ ડોક્ટરને યોગ્ય સાઈઝ તથા સ્ટેન્ટના પ્રકાર તથા ચોક્કસ જગ્યાએ સ્ટેન્ટની પોઝિશન નક્કી કરવામાં મદદ કરે છે.

વધુમાં, ડોક્ટરો દર્દીની સારવાર માટે ચોક્કસ નિર્ણયો લઈ શકે છે જેના લીધે રેસ્ટેનોસિસ (ધમનીને પુનઃસાંકડી કરવી) અને થ્રોમ્બોસિસ (બ્લડ ક્લોટ્સ) જેવી સમસ્યાઓના જોખમો ઘટે છે. આથી ફરીથી પ્રોસીજરની અને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઘટે છે અને લાંબા ગાળાના પરિણામોમાં સુધારો થાય છે. ડો. હેમાંગ બક્ષી, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, મરેંગો સિમ્સ હોસ્પિટલ

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.