Western Times News

Gujarati News

અમેરીકા નાદારીને આરેઃ૮૩ લાખ નોકરીઓ, શેરબજાર ડૂબવાનો ખતરો

(એજન્સી)વોશીગ્ટન, દુનિયામાં સોથી શકિતશાળી અને આર્થિક રીતે નબળા દેશોને આર્થિક પેકેજ આપતો દેશ અમેરીકા ખુદ નાદારીને આરે છે. અને જાે બધું ધાર્યા મુજબ પાર ન પડયું તો ૧ જુને અમેરીકા નાદારી નોધવાવાનો ઈતિહાસ રચશે. જેની અસર ભારત સહીતી આખી દુનિયામાં જાેવા મળશે.

ડેટ સીલીગ એટલે કે ઋણની સમય મર્યાદા વધારવા અંગે રાષ્ટ્રપતી જાે બાઈડેન અને અમેરીકી સંસદ વચ્ચે સહમતી સધાઈ નથી. નાણા મંત્રી જેનેટ યેલેને ચેતવણી આપી છે. જાે કે ડેટ સીલીગ વધારવામાં આવી તો અમેરીકા ૧ જુન ડિફોલ્ટ થઈ શકે છે. જાે આવું થયું તો તેની ભયાનક અસરો જાેવા મળશે. ૮૩ લાખ નોકરી પર રાતોરાત જાેખમ ઉભું થશે અને અડધું અમેરીકી શેરબજારો ડૂબી જશે.

કાલતની ગંભીરતા એ બાબતથી પારખી શકાય કે રાષ્ટ્રપતી બાઈડેન પોતાના એશીયા પ્રવાસ અધવચ્ચે જ છોડી દેવાનો નિર્ણય લીધો છે. એવી સંભાવના છે કે અમેરીકામાંબંને પક્ષકાર વચ્ચે થઈ શકે છ. દેશની ૧પ૦ ટોચની કંપનીના સીઈઓએ વહેલી તકે સમાધાન શોધવા અપીલ કરી છે.

જાે તુરંત કોઈ ઉકેલ નહી ીઆવે તો સ્થિતી ભયાનક બનવાની ચેતવણી આપવામાં આવી છે. આ પહેલા વ્હાઈટ હાઉસના અર્થશાસ્ત્રીએ ચેતવણી આપી હતી કે જજાે અમેરીકા ડીફોલ્ટ થયું તો દેશમાં ૮૩ લાખ નોકરીઓ ખતમ થઈ જશે. સ્ટોકમાર્કેટ અડધું સાફ થઈ જશે.

જીડીપી ૬.૧ ટકા ગબડી જશે અને બેરોજગારી દર પ ટકા વધી જશે. દેશમાં વ્યાજ દર ર૦૦૬ બાદ ટોચ પર છે. બેકીગ સેકટર સતત ગબડી રહયું છે. ડોલર તૂટી રહયો છે. અને મંદીની આશંકા ૬પ ટકા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.