Western Times News

Gujarati News

સાબરમતી સેન્ટ્રલ જેલ હવે ‘નો ડ્રોન ઝોન’ બનશે

શહેરના અનેક વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છેઃ જેલ અધિક્ષકે જેલના વડાને પત્ર લખી માગણી કરી

અમદાવાદ, હંમેશા વિવાદોમાં ઘેરાયેલી રહેતી સાબરમતી સેન્ટ્રલ જેલને હાઈ સિક્યોરીટી ઝોન ગણવામાં આવે છે. હવે સાબરમતી સેન્ટ્રલ જેલને ડ્રોન પ્રતિબંધિત વિસ્તાર એટલે કે નો ડ્રોન ઝોન જાહેર કરાઈ છે ત્યારે હવે સાબરમતી સેન્ટ્રલ જેલને પણ ટૂંક સમયમાં જ નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવશે. Sabarmati Central Jail will now become a ‘No Drone Zone’

જેલને નો ડ્રોન ઝોન જાહેર કરવા માટે જેલ અધીક્ષકે ગુજરાતની તમામ જેલના વડાને એક પત્ર લખ્યો છે. હવે જેલોના વડા અમદાવાદ પોલીસ કમિશનરને આ અંગે આગળ વધવા સૂચન કરશે. ડ્રોનથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ જેલમાં આવી શકે તેમ હોવાથી જેલ સત્તાધીશોએ આ નિર્ણય લીધો છે.

ઉત્તર પ્રદેશનો કુખ્યાત માફિયા અને ગેંગસ્ટર અતીક અહેમદ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ચાર વર્ષ સુધઈ રહ્યા બાદ તે અનેક રહસ્ય સાથે લઇને દફન થયો છે. અતીક અહેમદે પૈસાના જાેરે સાબરમતી સેન્ટ્રલ જેલમાં તમામ પ્રકારના જલસા કર્યા હોવાના અનેક આરોપો ઊઠ્યા છે.

એવું પણ કહેવાય છે કે તે જેલમાં બેઠાં બેઠાં યુપીની ગેંગ પણ ઓપરેટ કરતો હતો, જેના કારણે ઉમેશ પાલની હત્યા કરવામાં આવી હતી. અતીક અહેમદનો કાંડ સામે આવ્યા બાદ સાબરમતી સેન્ટ્રલ જેલ વિવાદોમાં ઘેરાઈ હતી. અતીક અહેમદે કરેલા જલસા ઉપરાંત પણ સાબરમતી જેલમાં સુરંગકાંડ, ચેતન બેટરી હત્યા કેસ, વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ સહિતના મુદ્દાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે.

સાબરમતી સેન્ટ્રલ જેલની સિક્યોરિટીના મામલે તંત્ર પૂરતું ધ્યાન આપી રહ્યું છે તેમ છતાંય કેદીઓ પોતાના ઇરાદા પાર પાડવામાં સફળ રહી જાય છે. ગયા મહિને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી અચાનક ગુજરાતની ૧૭ જેલમાં સરપ્રાઈઝ ચેકિંગ કરાવ્યું હતું. ચેકિંગ દરમિયાન તમામ જેલોમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હી. ક્યાંક મોબાઈલ ફોન મળી આવ્યા હતા તો ક્યાંક ચરસ-ગાંજાે પણ મળી આવ્યા હતાં. એક જ દિવસ થયેલા સરપ્રાઈઝ ચેકિંગમાં જેલની પોલ ખુલ્લી પડી ગઇ હતી.

જેલમાં હાઇ સિક્યોરિટી હોવા છતાંય પ્રતિબંધિત વસ્તુઓ કેવી રીતે પહોંચે તે એક મોટો સવાલ ઊભો થયો હતો. સવાલનો જવાબ તો તંત્ર પાસે નથી, પરંતુ આવી પ્રતિબંધિત ચીજવસ્તુઓને જેલમાં જતાં કેવી રીતે રોકી શકાય તે મામલે તંત્ર હંમેશા વિચારતું હોય છે.

ટેકનોલોજીના જમાનામાં ડ્રોનનો ઉપયોગ આજે ખૂબ વધી ગયો છે. લગ્ન પ્રસંગ હોય કે પછી મૂવીનું શૂટિંગ હોય તમામ લોકો ડ્રોનનો ઉપયોગ કરતા હોય છે. આજે દરેક જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે કેટલીક જગ્યા પર તેના ઉપયોગ પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે.

અમદાવાદના એરપોર્ટ, ઇસરો સહિતની જગ્યા પર ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ છે ત્યારે હવે સેન્ટ્રલ જેલમાં પણ પ્રતિબંધ મુકાવાની તૈયારીઓ ચાલી રહી છે. પાકિસ્તાનથી ડ્રોન મારફતે ઘાતક હથિયારો અને ડ્રગ્સ સહિતની અનેક ચીજવસ્તુઓ દેશમાં આવી રહી છે ત્યારે ડ્રોનના ઉપયોગથી સેન્ટ્રલ જેલમાં પણ પ્રતિબંધિત ચીજવસ્તુઓ મોકલી શકાય છે. જેલમાં હાઇ સિક્યોરિટી ઝોન છે, પરંતુ નો ડ્રોન ઝોન નથી.

આ અંગે જેલ અધિક્ષક તેજસ પટેલે જણાવ્યું છે કે સાબરમતી સેન્ટ્રલ જેલને નો ડ્રોન ઝોન બનાવવા માટે ગુજરાતની જેલના વડા એડીજીપી ડો.કે.એલ.એન. રાવને લેખિતમાં એક દરખાસ્ત મોકલવામાં આવી છે. હવે એડીજીપી અમદાવાદ પોલીસ કમિશનરને આ મુદ્દે લેખિતમાં રજૂઆત કરશે. રજૂઆત મળ્યા બાદ શહેર પોલીસ કમિશનર જાહેરનામું બહાર પાડશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.