Western Times News

Gujarati News

એક હાથીને દરરોજ સરેરાશ 150 કિલો ભોજનની જરૂર હોય છે

Elephant

જયારે હાથીની સારવાર કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા હાથીના નાક એટલે કે સૂંઢને પકડવામાં આવે છે

(એજન્સી)નવીદિલ્હી, હાથી એ જંગલનું સૌથી વિશાળ કાર્ય પ્રાણી છે. અનેએક હાથી એક દિવસમાં એટલો ખોરાક ખાઈશકે છે. તેમના વિશાળ શરીરને કારણે તેમને પોષણ માટે વધુ ખોરાકની જરૂર હોય છે. મળી રહેલી માહિતી અનુસાર એક હાથીને દરરોજ સરેરાશ ૧પ૦ કિલો ભોજનની જરૂર હોય છે.

ઘણી વખત વધારે પડતી ભુખના કિસ્સામાં તે આના કરતાં બમણું ભોજન પણ ઓહિયા કરી જાય છે. પણ વાત જયારે તેના મોટા અયવની હોય તો તે છે હાથીની સુંઠ આ હાથી ઘણા બધા મહત્વના કામ કરે છે. એટલે સુંઢ એ હાથીના શરીરનું સૌથી મોટું અવયવ હોવાની સાથે સાથે જ ખૂબ જ જાેખમી અવયવ પણ છે.

હાથી પર સંશોધન કરી રહેલા નિષ્ણાતોના કહેવું છેકે જયારે હાથીની સારવાર કરવામાં આવે છે. ત્યારે સૌથી પહેલા હાથીના નાક એટલે કે સુંઢને પકડવામાં આવવે છે. આવું કરવા પાછળ બે કારણ જવાબદાર છે. જેમાંથી એક એટલે તેની સાથે કનેકટ કરવું અને બીજું એટલે કે સુરક્ષાની દ્રષ્ટિએ પણ આવવું કરવું ખુબ જ જરૂરી છે. હાથીની સુંઢમાં હજારો સ્નાયુઓ હોય છે.

અને આ બધા જ સ્નાયુઓની અલગ અલગ કામગીરી હોય છે. જયારે હાથીની સારવાર કરવામાં આવે છે. ત્યારે સૌથી પહેલા હાથીના નાક અટલે કે સુંઢને પકડવામાં આવે છે.

નિષ્ણાતો હાથીની સૂંઢને સ્પર્શ કરે છે. જેથી હાથીને ખ્યાલ આવે છે. કે તેની આસપાસમાં આવેલા માણસના તેની મદદ માટે આવ્યા છે. નહી કે તેને નુકશાન પહોચાડવા માગે છે. ઘણી વખત એવેું પણ જાેવા મળે છે. કે હાથી તેની સુંઢથી વસ્તુઓ તોડફોડ કરવા લાગગે છે. આ સંદર્ભમાં સુંઢ એ હાથીના શરીરનો સૌથી ખતરનાક અવયવ પણ છે.

ઘણા સંશોધનોમાં એવું પણ જાણવા મળ્યું છે કે એશીયન હાથીઓ એકબીજાની સુંઢને સ્પર્શ કરે છે. અથવા અન્ય સાથે ભાવનાત્મક લાગણીનો અહેસાસ કરવા માટે અવાજ કરે છે. એમોરી યુનિવસીટીના પ્રોફેસર ફ્રાન્સ ડીી વાલના જણાવ્યા અનુસાર ડરના કિસ્સામાં હાથી તેની સુંઢથી અન્ય હાથીઓને સ્પર્શ કરે છે.

હાથીઓ તેમની સુંઢની મદદથી ૧ર માઈલ દુર પાણી શોધી શકે છે. જાે કયારેય હાથીને ઉડી નદી અથવા અન્ય કોઈ જળાશયને પાર કરવો પડેે. તો આવા સમયે તેની સુંઢથી શ્વાસ લેવાનું કામ કરે છે. તે તેની સુંઢને પાણીની બહાર ઉંચી રાખે છે. અને શ્વાસ લેતાં રહે છે. આ સિવાય સર્કસમાં હાથી પોતાની સુંઢની મદદથી અલગ અલગ કરતબો પણ બતાવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.