Western Times News

Gujarati News

સોફટવેર એન્જીનીયરે આંગડીયા પેઢીમાં લૂંટ કર્યાનું બહાર આવ્યું

Crime branch solves Rs 2 lakh robbery in Ahmedabad

શેરબજારમાં મોટી ખોટ જતાં દેવામાં ડૂબી ગયો હોવાથી આ કૃત્ય આચર્યું

નડીયાદ, નડીયાદ શહેરમાં પોલીસ ચોકીની નજીકમાં જ ધોળાદિવસે થયેલી આંગડીયા પેઢીની લુટનો ભેદ પોલીસે ઉકેલી કાઢયો હતો. આ લુંટ કરનાર ઈસમને પોલીસે મહુધા ટી પોઈન્ટ ખાતેથી એકટીવા સાથે ઝડપી પાડયો હતો. પોલીસે આ ઈસમે પાસેથી રૂા.૧ર,ર૪ લાખની રકમ રીકવરી કરી છે. A software engineer was found to have committed a robbery at the Angadia firm.

આ લુંટ કરનાર આરોપી શેર બજાર સાથે સંકળાયેલા હતો. તેમજ દેવુ ખુબ જ વધી જતાં લુંટ કરવાનું કાવતરું ઘડી કાઢયું હતું. જે પોલીસે તપાસ માં બહાર આવ્યું હતું. પોલીસે આ આરોપીને કોર્ટમાં રજુ કરીને રિમાન્ડ મેળવી વધુ કડીઓ ઉકેલાશે.

નડીયાદના ભાવાસરવાડ વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદીરની સામે વિજયકુમાર વિક્રમભાઈ નામની આંગડીયા પેઢીના તા.૧પમી સોમવારના બપોરના સમયે લુંટનો બનાવ બન્યો હતો. આ પેઢી પરશ પેઢીના ભાગીદાર ઉપેન્દ્રભાઈ બાબુભાઈ પટેલ હાજર હતા. જયારે પઢીના કર્મચારી ગીરીશભાઈ મંગળભાઈ રાણા ઘરે જમવા ગયા હતા.

આ સમયે લુંટારૂએ લુંટને અંજામ આપ્યો હતો. એકટીવા પર આવેલા એક લુંટારૂએ ઉપેન્દ્રભાઈને માથામાં હથોડી મારી ઈજા કરી રૂપિયા ૧૩ લાખની સનસનાટી ભરી લુંટ ચલાવી ભાગી ગયો હતો. પોલીસની જીણાવટ ભરી તપાસમાં લુંટારૂ વ્યકિકતએ મારામારી કરતાં લોહી તેના કપડા પર ચોટી જતાં ઓફીસમાં રહેલી ચાદર ઓઢી લુંટારૂ ફરાર થઈ ગયો હતો.

પોલીસે આસપાસના સીસીટીવી ફુટેજ આ વ્યકિત એકટીવા લઈને આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જે આધારે પોલીસે વિવિધ ૭ જેટલી ટીમો બનાવી જીલ્લામાં જુદા જુદા વિસ્તારોમાં દોડાવી હતી. જેના આધારે જીલ્લા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે મહુધા ટી પોઈન્ટ પાસેથી અલીણાથી મહધા તરફ આવનારા એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી.

એકટીવા લઈને આવેલા આ વ્યકિતનું નામઠામ પુછતા તેણે પોતાનું નામે મોહંમદકેફ ફઝલમોહંમદ સીન્ધી રહે. મહેમદાવાદ જીનતપાર્ક સોસાયટી તેની પાસેની એક બેગમાંથી રૂપિયા ૧ર લાખ ર૪ હજાર કેસ મળી આવતાં પોલીસને શંકા જતાં વધુ તલાશી દરમ્યાન એક.ડી.વી.આર. મોબાઈલ ફોન તેમજ એકટીવા મળી

કુલ રૂપિયા ૧ર લાખ ૮૭ હજારનો મુદામાલ કબજે કર્યો હતો. પોલીસને આકરી પુછપરછમાં આ મોહંમદકે ફઝલમોહંમદ સીંધી પોલીસનો તાપ સહન ન કરી શકતાં તેણે આ રોકડ રૂપિયા નડીયાદમાં થયેલી લુંટના છે અને એ લુંટ તેણે આચરી હોવાની કબુલાત કરી હતી. આરોપી પોતે સોફટવેર એન્જીનીયયર થયેલો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.