Western Times News

Gujarati News

ઈમરજન્સી રેસ્ક્યૂ માટે 150 કરોડની કિંમતનું વાહન મોડાસાને મળ્યું

નગરપાલિકાના પ્રમુખ જલ્પાબેન ભાવસાર સહિત અન્યોએ રેસ્કયૂ ટેન્ડર વાનનું સ્વાગત કર્યું

મોડાસા, ગુજરાત સરકારે અરવલ્લી જિલ્લામાં ભૂકંપ, પૂર, વાવાઝોડા અને આગ જેવી આપત્તિ વેળાએ ઈમરજન્સીમાં રેસ્કયુ કરવા માટે અદ્યતન સામગ્રી સાથેનું વાહન જેની કિંમત રૂપિયા ૧પ૦ કરોડથી વધુ છે Modasa got a vehicle worth 150 crores for emergency rescue

તે આધુનિક ઈમરજન્સી રેસ્કયુ ટેન્ડર (વાન) મોડાસા નગરપાલિકાને ફાળવી હતી. મોડાસા નગરપાલિકાને રાજય સરકારે ફાળવેલ આ રેસ્કયુ વાનમાં ઈલેકટ્રીક, મીકેનીકલ એવા ૧ર૮ સાધનોની કુલ કીટસનો સમાવેશ કરાયો છે. આપત્તીના સમયે પાલિકા દ્વારા તેનો ઉપયોગ કરવામાં આવશે.

આ રેસ્કયુ ટેન્‌૯ર વાનથી માનવ સર્જીત કે કુદરતી આફતોમાં જરૂરી સહાય મળી રહેશે. મોટાભાગે પુર કે વાવાઝોડાના સમયે રેસ્કયુ વાહન આર્શીવાદ સમાન સાબિત થશે. એવી રાહત વર્તાઈ હતી.

મોડાસા નગર ખાતે આવી પહોંચેલી આ ઈમરજન્સી રેસ્કયુ ટેન્ડર વાન (સર્વિસ ગાડી)નું પાલિકા પ્રમુખ જલ્પાબેન ભાવસાર દ્વારા વિધિવત પૂજન કરી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પાલિકાના મુખ્ય અધિકારી સંજયભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, થર્મલગન, ગેસ કીટસ, વોટરપ્રૂફ, વિવિધ ટોર્ચ અને કટરો સહિત ઈલેકટ્રીક કે મીકેનીકલને લગતી કુલ કીટસથી સજજ આ રેસ્કયુ વાનમાં ૧ર૮ સાધનોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે આ સમિતિના ચેરમેન હરેશભાઈ અને ઈ.ચા. ફાયર ઓફીસર હેમરાજસિંહ વાઘેલા ઉપસ્થિત હતા.

અરવલ્લીમાં શ્રમયોગીઓ માટે બે ધન્વંતરી આરોગ્ય રથ ફાળવાયાઃ અરવલ્લી જિલ્લાના શ્રમયોગીઓ માટે જિલ્લામાં નવા બે ધન્વંતરી આરોગ્ય રથ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઈમરજન્સી વાન ૧૦૮ની જેમ શ્રમિક સહાયક હેલ્પ લાઈન ઉપર સંપર્ક કરતા ત્વરીત સારવાર આપવામાં આવશે આ સેવા કોઈ પણ ચાર્જ વગર આપવામાં આવશે.

ગુજરાત સરકારના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના ગુજરાત મકાન અને બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા સંયુકત પહેલ હેઠળ કાયાર્ન્વિત ધન્વંતરી રથની સેવાઓ બાંધકામ શ્રમિકોની વસાહત સુધી પહોંચીઆરોગ્યની પ્રાથમિક સેવાઓ પુરી પાડવા માટે કટિબદ્ધ છે. આ ધન્વંતરી આરોગ્ય રથ દ્વારા શ્રમ વસાહતો સુધી આરોગ્યની પ્રાથમિક સુવિધા નિઃશુલ્ક પુરી પડાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.