Western Times News

Gujarati News

ઈન્ફ્લુએન્સરનો ટેગ મેળવવા સોશિયલ મીડિયા ક્રાઈમ આચરનારા ૧૪ લોકોની અટકાયત

પ્રતિકાત્મક

સોશિયલ મીડિયા પર હીરોપંતી કરવાનું ભારે પડ્યું

હથિયારો સહિત અનેક સ્ટંટ વિડીયો મૂકનારા યુવાનોની ઓળખ કરીને તેમને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા 

રાજકોટ, ફોલોઅર્સ વધારવા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો ટેગ મેળવવા માટે યુવાનો સોશિયલ મીડિયા પર હથિયારો સાથેના અને બાઈક સ્ટંટ વિડીયો પોસ્ટ અને વિડીયો શેર કરી રહ્યા છે. જાે કે, આવા લોકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા અંગે સાવધાની રાખવી જાેઈએ, કારણ કે પોલીસ ઓફેન્સિવ કેટેગરીમાં આવતી પોસ્ટ પર સાયબર પોલીસ સતત નજર રાખી રહી છે. Detention of 14 people who committed social media crime to get influencer tag

આ મામલે જામનગર સાયબર ક્રાઈમે છેલ્લા બે દિવસમાં મોટરસાઈકલ પર ખતરનાક સ્ટંટ કરવા, બંદૂક કે તલવાર સાથે પોઝ આપવા, ધારદાર હથિયાર ચલાવવા અથવા તો રમકડાની બંદૂક સાથે પોઝ આપવા જેવી અપમાનજનક પોસ્ટ માટે છેલ્લા બે દિવસમાં ૧૪ લોકોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહી ક્રિમિનલ પ્રોસિજર કોડ કલમ ૧૪૯ અને ૧૫૧ હેઠળ કરવામાં આવી હતી જે પોલીસને અધિકૃત ગુનાને રોકવા માટે વ્યક્તિની ધરપકડ અથવા અટકાયત કરવાની સત્તા આપે છે.

સાયબર ક્રાઈમ અનુસાર યુવાનો ફોલોઅર્સ વધારવા અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ટેગ મેળવવા માટે વધુ સ્ટંટ વિડીયો પોસ્ટ કરી રહ્યાં છે. યંગસ્ટર્સ ડુપ્લિકેટ રિવોલ્વર અને એરગન સાથે ડિસ્ક્લેમર વગર પોઝ આપતા જાેવા મળી રહ્યા છે. પોલીસે કહ્યું કે આવી હરકતો ડરામણી માનવામાં આવે છે.

પોલીસે અત્યાર સુધી ૧૭ લોકોને સમન્સ મોકલ્યા જેમાંથી ૧૪ની અટકાયત કરી છે. તેમને ૨૪ કલાક સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યા અને તેમને સમજાવ્યું કે તેમની આ હરકતો આર્મ્સ એક્ટ અને મોટર વ્હીકલ એક્ટ સહિતના કેટલાક કાયદાઓનું ઉલ્લંઘન કરી રહી છે.

જામનગર પોલીસે અન્ય ૧૨ વ્યક્તિઓની પણ ઓળખ કરી છે જેમની સોશિયલ મીડિયામાં અપમાનજનક પોસ્ટ છે. જાેકે, તેઓ ગીર સોમનાથ, રાજકોટ અને કચ્છ જિલ્લાના રહેવાસી છે. તેમને પણ ચેતવણી આપવામાં આવી છે તેવું પોલીસે જણાવ્યું હતું. જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પી પી ઝાએ જણાવ્યું હતું કે, અન્ય રાજ્યોમાં એવા કિસ્સાઓ છે કે જ્યાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર ગેંગ અસ્તિત્વમાં આવી હોય. જેમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બની જાય છે.

કાયદો અને વ્યવસ્થા ખોરવાય તેવી પ્રવૃતિઓને રોકવા માટે જાગૃતિ કેળવવી જરૂરી છે. ઝાએ વધુમાં ઉમેર્યું હતું કે અમે ભારતીય દંડ સંહિતાની સંબંધિત કલમો હેઠળ આ લોકો સામે FIR નોંધવા માટે સંબંધિત પોલીસ સ્ટેશનોને પણ જાણ કરી છે

પ્રાપ્ત વિગતો અનુસાર જામનગર જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઇ પી.પી.ઝાને અપાયેલી સૂચના મુજબ ટીમની પોલીસ ટુકડી અને તેમની ટીમ દ્વારા સોશિયલ મીડિયા પર પોતાના આવા વિડીયો, ફોટો વગેરે અપલોડ કરનારાઓને શોધવાની કાર્યવાહી હાથ ધરી હતી.

જે લોકોએ સોશિયલ મીડિયા પર ભય ઉત્પન્ન કરતાં હથિયારોનો ઉપયોગ કર્યો તેમની ઓળખ કરીને પોલીસ સ્ટેશનને બોલાવવામાં આવ્યા હતા અને તેઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.