Western Times News

Gujarati News

અમદાવાદ:પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વેપારીઓને આખરે દંડ કરાયો

અમદાવાદના વેપારીઓ હવે ચેતજાે

તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યુસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે

અમદાવાદ, મહાનગર પાલિકાના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા જાહેર રસ્તા પર ગંદકી કરતા અને ન્યુસન્સ કરતા એકમ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સોલિડ વેસ્ટ વિભાગ તમામ વોર્ડમાં માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકીય એકમો તેમજ પાન ગલ્લા, ચાની કિટલી, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ, વેચાણ સંગ્રહ, ઉત્પાદન કરતા તથા ધંધાકીય એકમમાં ડસ્ટબિન ન રાખતા એકમો સામે કાર્યવાહી મુહીમ ચાલી રહી છે. Ahmedabad: Traders using banned plastic were finally fined

જીપીએમસી એક્ટ અને પબ્લિક હેલ્થ બાયલોઝ મુજબ સઘન કામગીરી અંતર્ગત જૂદા જૂદા વોર્ડમાં મુખ્ય વિસ્તારમાં ખાતે જાહેર માર્ગો પર ગંદકી અને ન્યુસન્સ કરતા ધંધાકિય એકમનો નોટિસ આપી હતી. તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યુસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. અમદાવાદ શહેરના ઉતર પશ્ચિમ ઝોન સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા ચેકીગ દરમિયાન જાહેર રસ્તા પર ગંદકી કરતા બે એકમ સીલ કરાયા છે.

ચાંદલોડિયા વોર્ડમાં આવેલા બજરંગ ડેરી પાર્લર અને ઘાટલોડિયા વોર્ડમાં આવેલ વિણા ફેશન એકમને સીલ કરવામાં આવ્યુ છે. ઉત્તર પશ્ચિમ ઝોન દ્વારા ૫૮ એકમો તપાસતા આ પ્રકારના કૃત્ય બદલ ૨૯ નોટિસ ઇશ્યુ કરી ૩ કિગ્રા પ્લાસ્ટીક જથ્થો જપ્ત કરી રૂપિયા ૩૩ હજાર દંડ વસુલ કરાયો હતો.

અમદાવાદ શહેર સ્વચ્છતા અંકમા સૌથી અગ્રસેર રહે અને સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજીત કરવામાં આવી રહ્યા છે. તેમ છતા અનેક એકમો દ્વારા એએમસીના સ્વચ્છતા અભિયાનું ઉલ્લઘન તેમજ સ્વચ્છતાના નિયમ વિરૂદ્ધ જઇ કામ કરનાર એક સામે એએમસી સોલિડ વેસ્ટ વિભાગ લાલ આંખ કરી છે.

નોધનીય છે કે, અમદાવાદ મહાનગર પાલિકા સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા કોર્મિશિલય એકમ હોય કે પછી રહેણાક એમક હોય ત્યા જઇ જાહેર રસ્તા પર કચરો ના ફેકવા અપીલ કરવામાં આવી હતી. શહેરમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત એએમસી દ્વારા ટ્રીગર ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં એએમસી ટીમ અને સ્થાનિક સંસ્થાઓ સાથે રાખી રેલીનું આયોજન કરાયુ હતું. તમામ વોર્ડમાં જાહેરમાં કચરો નાખી ન્યુસન્સ કરતા એકમો વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.