Western Times News

Gujarati News

સુરત પોલીસમાં ફરજ બજાવતી ૪ મહિલા નેશનલ-ઈન્ટરનેશનલ ગેમ્સમાં ઝળકી

સુરત, સુરત શહેર પોલીસમાં ફરજ બજાવતી ૪ મહિલા પોલીસ કર્મચારીઓએ નેશનલ લેવલે પાવર લિફ્ટિંગ સહિતની સ્પર્ધાઓમાં મેડલ મેળવીને સુરત સહિત ગુજરાત પોલીસનું નામ રોશન કર્યું છે.

સુરત શહેર પોલીસ કમિશનર અજય તોમરે પોલીસ મેળાને ગર્વ અપાવતી આ ચાર મહિલાઓની સિદ્ધિ અંગે જણાવ્યું કે, સુરત પોલીસ મુખ્ય મથકમાં ફરજ બજાવતા મહિલા પોલીસ કેન્સ્ટેબલ રેખાબેન દિલીપભાઈ વસાવા અંદમાન આટ્‌ર્સ એન્ડ સાયન્સ કોલેજ, તીરૂચિરાપલ્લી, તામિલનાડુ ખાતે આયોજિત

નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩માં ૮૪ માસ્ટર-૧માં ફૂલ પાવરલિફ્ટિંગ બ્રોન્ઝ મેડલ સાથી ત્રીજાે ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો. આ અગાઉ પણ રેખાબેન વસાવાએ “સ્ટેટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩, સ્પોટ્‌ર્સ એસોસિએશન ઓફ સુરત ડિસ્ટ્રીક્ટ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપ ૨૦૨૩ જેવી સ્પર્ધામાં ભાગ લઈ મેડલ જીત્યા હતા.

મુખ્ય મથરમાં જ ફરજ બજાવતા નિલમકુમારી રામપ્રસાદ મિશ્રાએ પણ પાવરલિફ્ટિંગ તથા આર્મ રેસ્લીંગમાં ટ્રોફી પ્રાપ્ત કરી છે. અંદમાન આટ્‌ર્સ એન્ડ સાયન્સ કોલેજ, તિરૂચિરાપલ્લી, તામિલનાડુ ખાતે આયોજિત નેશનલ પાવરલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ફૂલ પાવરલિફ્ટિંગ તથા બેન્ચપ્રેસમાં વિજેતા થઈ છે.

તેણે સ્ટેટ લેવલની અનેક સ્પર્ધાઓ ઉપરાંત થોડા સમય પહેલા જ કાઠમાંડુ, નેપાળ ખાતે યોજાયેલી વેઇટલિફ્ટિંગ સ્પાર્ધામાં પણ સન્માન મેળવ્યું હતું.અન્ય મહિલા પોલીસ લોકરક્ષક ભુમિ હરજીભાઈ તલસાણિયાએ પાવરલિફ્ટિંગ તથા કબડ્ડીમાં ઈનામો તથા ટ્રોફી પ્રાપ્ત કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.