Western Times News

Gujarati News

બળજબરીથી વાહનો સિઝ કરતા રિકવરી એજન્ટોને હાઈકોર્ટનો તમાચો

નવી દિલ્હી, ભારતમાં ઓટો ફાઈનાન્સનો બિઝનેસ જે રીતે વિસ્તર્યો છે તેની સાથે સાથે ગેરકાયદે રિકવરી એજન્ટોનો ધંધો પણ ફૂલ્યો ફાલ્યો છે. ઓટો લોનનો હપતો સમયસર ભરવામાં ન આવે તો ઘણી જગ્યાએ તેઓ દાદાગીરી કરીને વાહનો ઉપાડી જતા હોય છે. High Court slaps recovery agents who forcibly seize vehicles

પરંતુ પટણા હાઈકોર્ટે એક આદેશમાં જણાવ્યું છે કે રિકવરી એજન્ટો દ્વારા વાહનો જપ્ત કરવામાં આવે તે ગેરકાયદે છે અને આવું કરવાનો તેમને કોઈ અધિકાર નથી. પટણા હાઈકોર્ટે જણાવ્યું કે વાહનોની લોન ભરવામાં ડિફોલ્ટ થયા હોય તેવા માલિકો પાસેથી દાદાગીરી કરીને વાહનો ઉંચકી જવા એ બંધારણ હેઠળ જીવન જીવવાના અને આજીવિકાના મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. આવા કેસમાં રિકવરી એજન્ટો સામે FIR દાખલ થઈ શકે છે.

કોર્ટે જણાવ્યું કે વાહનો માટે જે લોન અપાઈ હોય તે સિક્યોરિટાઈઝેશનની જાેગવાઈઓ હેઠળ જ રિકવર થવી જાેઈએ. જેના હેઠળ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ડિફોલ્ટ થયેલા ઋણધારકો પાસેથી દેવું વસુલ કરવાનો અધિકાર મળે છે. બેન્કોએ લોનની રકમ વસુલવી હોય તો જિલ્લા વહીવટીતંત્રની મદદથી ડિફોલ્ટ થનાર વ્યક્તિની મોર્ગેજ કરાયેલી પ્રોપર્ટીનો ફિજિકલ કબજાે મેળવીને ત્યાર પછી તેની હરાજી કરીને વસુલાત કરી શકાય છે.

કોર્ટમાં આ વિશે ઘણી રિટ અરજીઓ દાખલ થયેલી છે. તેના પર ચુકાદો આપતા જસ્ટિસ રાજીવ રંજન પ્રસાદે જણાવ્યું કે બેન્કો અને નાણાકીય સંસ્થાઓ હાઈપોથિકેટેડ વાહનોને બળજબરીથી સિઝ કરવા માટે માથાભારે લોકોને ભાડે રાખે છે. તેઓ ઘણી વખત બંદુકની અણીએ પણ વાહનો ઉઠાવી જાય છે.

કોર્ટે બિહારમાં તમામ પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને આદેશ આપ્યો હતો કે રિકવરી એજન્ટ દ્વારા રાજ્યમાં ક્યાંય પણ વાહનોની બળજબરીથી જપ્તિ કરવામાં ન આવે. કોર્ટ સામે આવા કુલ પાંચ કેસ આવ્યા હતા જેના પર સુનાવણી કરવામાં આવી હતી. આ પાંચેય કેસ એવા હતા જેમાં રિકવરી એજન્ટો દ્વારા વાહનમાલિકો પાસેથી વાહનોની બળજબરીથી જપ્ત કરવામાં આવ્યા હતા.

આ કેસમાં નિયમોનો ભંગ કરવા બદલ બેન્કો અને નાણાકીય સંસ્થાઓને ૫૦-૫૦ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. બેન્ક પાસેથી તમે લોન લઈને તેની સમયસર ચુકવણી ન કરી શકો ત્યારે ઘણી વખત રિકવરી એજન્ટો દાદાગીરી કરીને રૂપિયા વસુલતા હોય છે. તેમાં રિકવરી એજન્ટો દ્વારા ગ્રાહકોને ધમકાવવામાં આવે અથવા તેમના પર શારિરીક હુમલો કરવામાં આવે તેવી ઘટનાઓ પણ બનતી હોય છે.

જાેકે, આ નિયમોની વિરુદ્ધ છે અને આવા કેસમાં બેન્કો સામે પણ કેસ થઈ શકે છે. બેન્કોના રિકવરી એજન્ટો ત્રાસ આપતા હોય ત્યારે તમે બેન્કિંગ લોકપાલની મદદ લઈ શકો છો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.