Western Times News

Gujarati News

ગોતામાં આવેલા કોર્પોરેશનના પાર્કિગમાંથી બે વાહનોની ચોરી

આ જ  પાર્કિગમાંથી વાહનોની ચોરી અવાર નવાર થતી રહે છે : નિયમો બતાવી રૂપિયા
ઉસેડતુ તંત્ર સુરક્ષા સલામતી આપવામાં નિષ્ફળ

અમદાવાદ:એક તરફ સરકાર દ્વારા ટ્રાફીકના નિયમો કડક (Traffic rules in ahmedabad) કરીને દંડની રકમ ખુબ મોટી કરી દેવામા આવી છે ઉપરાંત નિયમોનો કડક રીતે અમલ કરાવવા પોલીસ પણ સસ્તા ઉપર ઉતરી છે ખાસ કરીને નો પાર્કિગમાં પાર્ક કરેલા વાહનોના કારણે પણ ટ્રાફિકની સમસ્યામાં (Parking and traffic problems increased) વધારો થાય છે જેના ઉકેલ માટે મ્યુનિ. કોર્પોરેશન પે એન્ડ પાર્ક વાળા પાર્કિગ મોટા ભાગનાં વિસ્તારોમાં ઉભા કર્યા છે જા કે આ પાર્કિગમાંથી વાહનો ચોરાવાની ઘટના બનતા સનસનાટી મચી છે ખાસ કરીને સોલા વિસ્તારમાં આવેલા પાર્કિગમાં બે વાહનો ચોરી થવાની ઘટના બની છે આ પાર્કિગ પ્લોટમાં વાહન ચોરીની ઘટનાઓ અવારનવાર બનતી રહે છે.

સોલા પોલીસ સ્ટેશનની હદમા આવેલુ ગોતા વિસ્તારમાં આવેલાં મ્યુ. પાર્કિગમાં (ahmedabad municipal corporation pay and park in gota ahmedabad, sola police station area) અવારનવાર વાહન ચોરીની ઘટનાઓ બનતી રહે છે આવી જ વધુ બે ફરીયાદો એક જ દિવસમાં નોધાતા ચકચાર મચી છે પ્રથમ ફરીયાદ ચંદ્રકાંત મફતલાલ પ્રજાપતિએ કૃષ્ણનગર – ૧ ચાંદલોડીયા (Chandrakant Mafatlal Prajapati, Chadlodia filed a missing complain for car) નોધાવી છે તે ડ્રાઈવીગ કરીને પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવે છે.

કેટલાંક દિવસ અગાઉ તેમને વતન માણસા ખાતે જવાનું હોવાથી મોટરસાયકલ ગોતા પે એન્ડ પાર્કિગ મુક્યુ હતુ જા બીજા દિવસે તે માણસાથી પરત ફર્યા ત્યારે તેમનું વાહન ત્યા નહતુ આસપાસ સઘન શોધખોળ કર્યા છતા વાહન ન મળી આવતા તે સોલા પોલીસ સ્ટેશનને પહોચ્યા હતા.

જ્યારે બીજી ફરીયાદ રીક્ષા ડ્રાઈવીગ કરતા પ્રતાપભાઈ રબારી ભમ્મરીયાના છાપરા સોલા એ નોધાવી છે છબીસ વર્ષીય પ્રતાપભાઈ બસ લઈને ભાવનગર જવાની વર્ધી મળતા પોતાનુ બાઈક તેમણે ગોતા પાર્કીગ ખાતે મુક્યુ હતુ ભાવનગર ખાતેથી પરત આવ્યા બાદ તપાસ કરતા તેમનું વાહન ચોરાઈ ગયુ હતુ આ ઘટનાના પગલે તેમણે સોલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગોતા વિસ્તારમાં આવેલા કોર્પોરેશન આ પાર્કિગ પ્લોટમાંથી વાહન ચોરાઈ જવાની ઘટના અવારનવાર બનતી રહે છે વધુ બે વાહનો ચોરાઈ જતા નાગરીકો રોર્ષે ભરાયા છે અવનવા નિયમો બતાવી રૂપિયા ઉધરાવતુ તંત્ર નાગરીકોને સલામતી અને સુરક્ષા ઉપરાંત પ્રાથમિક સવલતો આપાવમાં પણ નિષ્ફળ નિવડ્યુ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.