Western Times News

Gujarati News

લોકનિકેતન મહાવિદ્યાલય, રતનપુરમાં અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન માર્ગદર્શનનો  કાર્યક્રમ યોજાયો

તા. ૨૭-૧૧-૧૯ના રોજ લોકનિકેતન મહાવિદ્યાલય, મુ. રતનપુર, તા. પાલનપુર મુકામે રાષ્ટ્રીય સેવા યોજના તથા વિસ્તરણ વિભાગ દ્વારા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન અને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો.

અભયમ ૧૮૧ વાનના કાઉન્સેલર શ્રી મધુબહેને અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન વાન કેવી રીતે બોલાવી શકાય, ૧૮૧ની મોબાઈલ એપ કેવી રીતે ડાઉનલોડ કરવી, એપ ડાઉનલોડ કરવાના ફાયદા, આ સેવાનો ઉપયોગ કોણ કરી શકે, કઈ કઈ બાબતોમાં મદદ મળે, મહિલાઓને કયા-કયા પ્રકારની મદદ મળે તેની માહિતી આપી અને આ અંગે માર્ગદર્શન આપતી નાની ફિલ્મો પણ બતાવવામાં આવી. સાથે એ.એસ.આઈ. શ્રી કોકીલાબહેન પણ હાજર રહ્યા.

પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર, પાલનપુરના કાઉન્સેલર શ્રી જીગીષાબહેને પોલીસ સ્ટેશન બેઈઝડ સપોર્ટ સેન્ટર પીડિત મહિલાની સમસ્યાના નિકાલ માટે કેવા કામ કરે છે તે અંગે માહિતી આપી.

અધ્યાપક શ્રી દલપતભાઈ, શ્રી રમેશભાઈ અને વિસ્તરણ અધિકારી શ્રી અનિલભાઈએ આ માહિતી અન્ય લોકો સુધી પહોચાડવા તથા અન્ય પીડિત મહિલા માટે પણ હેલ્પલાઈનનો ઉપયોગ કરી મદદરૂપ થવા હાકલ કરી. કા. આચાર્યશ્રી ડૉ. કેશવભાઈના માર્ગદર્શન મુજબ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમાં ૩૮ બહેનો, ૫૩ ભાઈઓ અને ૦૬ કાર્યકર્તા હાજર રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.