Western Times News

Gujarati News

નિસાનનું નેટવર્ક ગુજરાતમાં 14 ટચપોઇન્ટ્સ સુધી વિસ્તર્યું 

નિસાન ગુજરાતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરે છે-કાર્ગો નિસાન સાથે રાજકોટ ખાતે બે નવા ગ્રાહક ટચપોઇન્ટ્સ શરૂ કર્યા-નિસાનનું રાષ્ટ્રિય નેટવર્ક 268 ટચપોઇન્ટ્સ સુધી પહોંચ્યું

ગુરુગ્રામ, નિસાન મોટર ઇન્ડિયા પ્રા. લિ. (એનએમઆઇપીએલ) આજે જાહેર કરે છે કે, તેઓ વેચાણ અને સર્વિસ માટે રાજકોટ, ગુજરાતમાં બે નવા ગ્રાહક ટચપોઇન્ટ્સની રજૂઆતની સાથે ગુજરાતમાં તેના નેટવર્કનું વિસ્તરણ કરે છે. આ નવા ટચ પોઇન્ટ્સની માલિકી કાર્ગો મોટર્સની છે, જે ગુજરાત સ્થિત એક અગ્રણી ઓટોમોટિવ ડિલરશીપ જૂથ છે.

બે નવા ટચપોઇન્ટના વિસ્તરણની સાથે નિસાનએ રાજકોટ અને ગુજરાત રાજ્યમાં તેના ગ્રાહકોના વેચાણ અને સર્વિસમાં કંઈક અદ્દભુત આપવાની તેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવીને રાજ્યમાં તેના કુલ નેટવર્કનો આંકડો 14 ટચપોઇન્ટ્સએ પહોંચાડ્યો છે. આજે નવા નિસાન કાર્ગો શોરૂમનું ઉદ્દઘાટન શ્રી અમિત માગૂ, ડિરેક્ટર – સેલ્સ, નિસાન મોટર ઇન્ડિયા દ્વારા કરવામાં આવ્યું છે. ( Mr Amit Magoo, Director – Sales, Nissan Motor India.  )

Mr.-Amit-Magoo-Director-–-Sales-Nissan-Motor-India-inaugurating-the-Cargo-Nissan-Showroom-in-Rajkot Gujarat

આ નવા ટચપોઇન્ટના ઉદ્દઘાટન વિશે જણાવતા, શ્રી રાકેશ શ્રિવાસ્તવ, મેનેજિંગ ડિરેક્ટર, નિસાન મોટર્સ ઇન્ડિયા પ્રા. લિ. (NMIPL) (Mr. Rakesh Srivastava, Managing Director, Nissan Motors India Pvt Ltd ) કહે છે, “નિસાન હંમેશા ગ્રાહક સેવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ જ હેતુ તરફ આગળ વધારતા અમે નિસાન પરિવારમાં રાજકોટમાં કાર્ગો નિસાનને આવકારતા ખૂબ જ ખૂશ છીએ. અમે અમારા સહયોગી સાથે મળીને ગ્રાહકોને ગુણવત્તાની સાથોસાથ મજબૂત મૂલ્ય પ્રસ્તાવના આપવા માટે પ્રતિબદ્ધ છીએ.”

અસાધારણ મૂલ્ય ઓફર કરવાની તેમની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વૈશ્વિક અને હરિફાઈયુક્ત પ્રોડક્ટ્સની સાથે નિસાનએ તાજેતરમાં જ મેગ્નાઇટ ગેઝા સ્પેશિયલ એડિશન રજૂ કરી છે, જે આ વર્ષે મેગ્નાઇટની કેટલીક નિશ્ચિત કરેલા પ્રોડક્ટ્સ એક્શનમાંનું એક છે. નિસાનએ મેગ્નાઈટ ગેઝાની સ્પેશિયલ એડિશનની રજૂઆત તેના 1,00,000મી કારના ઉત્પાદનના સિમાચિન્હ સ્વરૂપે કરવામાં આવી છે, જેની જાહેરાત આ સપ્તાહની શરૂઆતમાં કરી હતી.

રાજકોટ ખાતેના બંને ગ્રાહક ટચપોઇન્ટએ અત્યાધુનિક સુવિધાની સાથોસાથ જાણકાર, તાલિમબદ્ધ સ્ટાફની સાથોસાથ જુસ્સાદાર સેલ્સ અને સર્વિસ પ્રોફેશનલ્સથી સજ્જ છે, જે હંમેશા એ વાતની ખાતરી કરશે કે, ગ્રાહકો તેમની કારની ખરીદી અને માલિકીના અનુભવને સરળતાથી માણી શકશે.

નવા કાર્ગો નિસાન શોરૂમનો કુલ વિસ્તાર 7,500 ચોરસ ફૂટનો છે, જેમાં ફ્રન્ટ ડિસ્પ્લે વિસ્તાર જ 50 ફૂટનો છે, અને અત્યાધુનિક કાર્ગો નિસાન સર્વિસ વર્કશોપ સુવિધાએ કુલ 17,500 ચોરસ ફૂટથી પણ વધુ વિસ્તારમાં ફેલાયેલો છે, જેમાં ફ્રન્ટેજ 42 ફૂટથી પણ વધુનું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.