Western Times News

Gujarati News

માત્ર ૩૦ સેકન્ડમાં તોડાયા ૧૧૮ મીટર ઊંચા ૨ કુલિંગ ટાવર

ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં એક અનોખો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં પહેલીવાર ટેકનોલોજીની મદદથી ૧૧૮ મીટર ઊંચા બે કુલિંગ ટાવર તોડવામાં આવ્યા હતા. આ દ્રષ્યને નજરે જોનારાઓ માટે આ દ્રશ્ય બહુ જ ખાસ બની રહ્યું હતું. કારણ કે, દેશનો સૌથી ઊંચા કુલિંગ ટાવર ટેકનોલોજીની મદદથી પત્તાના મહેલની જેમ તોડી પડાયા હતા. બંને કુલિંગ ટાવર ૪૭ વર્ષ જૂના હતા. સમય મર્યાદા પૂર્ણ થતા તેને ઈમર્જન એક્સ્પોઝિવ લગાવીને ટાવર તોડવામાં આવ્યા હતા. ૩.૦૩ મિનીટ પર પહેલો અને ૩.૧૧ મિનીટ પર બીજો કુલિંગ ટાવર તોડી પાડવામાં આવ્યો હતો.

ગાંધીનગરમાં આજે એક ઐતિહાસિક ઘટની બની છે. જેને નિહાળવા માટે આખુ ગાંધીનગર રજાના દિવસે ઉમટી પડ્‌યું હતું. ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનના ૪૭ વર્ષ જૂના બે કુલિંગ ટાવરને જમીનદોસ્ત કરાયા હતા. સમય મર્યાદા પૂરી થતા તેને ટેકનોલોજીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. બંને ટાવરને તોડવા માટે ઈમર્જન એક્સપ્લોઝીવ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. આ માટે ફાયર બ્રિગેડ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી હતી. તંત્ર દ્વારા આસપાસના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા.

ટાવર તોડતા સમયે જાણે પત્તાનો મહેલ તૂટી પડ્‌યો હોય તેમ પહેલો ટાવર, અને ૮ સેકન્ડના ગાળામાં બીજો ટાવર તોડી પાડવામાં આવ્યો હતો. ટાવર તૂટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં માટી ઉડી હતી, જેથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીની ગાડીઓ તૈયાર રાખવામાં આવી હતી અને તાત્કાલિક માટી પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હવે ૩૦ મીટર સુધી ટાવરનો મલબો રહેશે. જેને દૂર કરવાની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે.

ભારતમાં પહેલીવાર ૧૧૮ મીટર ઉંચા કુલિંગ ટાવરને આ રીતે તોડી પડાયો છે. આ પહેલા પાણીપતમાં ૧૧૦ મીટર ઊંચા કુલીંગ ટાવરને તોડવામાં આવ્યો હતો. જેને કારણે ગાંધીનગર સૌથી ઉંચા કુલીંગ ટાવર તોડવામાં પ્રથમ શહેર બન્યું છે.ભાવનગરની ગાશીરામ ગોકુલચંદ શિપ બ્રેકર્સ ઇન કોલાબરેશન કંપની દ્વારા કંપની દ્વારા આ કામગીરી હાથ ધરાઈ હતી. કંપની ૨૦૧૮થી તેને તોડવાની કામગીરીમાં લાગી હતી. કંટ્રોલ બ્લાસ્ટિંગ ઇમ્પ્લોઝન ટેક્નિકથી આ કુલિંગ ટાવર તોડવામાં આવ્યા હતા. જેમાં ટ્રીગરથી ટાવરને બ્લાસ્ટ કરવામાં આવે છે. કંપનીના અધિકારી પ્રતિક કાબરાએ જણાવ્યું કે, આ એક સેફ ટેકનોલોજી છે. કારણ કે, ૧૧૮ મીટર ઉંચાઈ પર અન્ય કોઈ ટેકનોલોજી કામ કરતી નથી. તેથી તેને આ ટેકનોલોજીના મદદથી તોડવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.