Western Times News

Gujarati News

બાપુનગરમાં મચ્છરનાં ધુમાડાની આડમાં પાડોશીએ સગીરાની છેડતી કરી

અમદાવાદ: હાલમાં વાતાવરણ મહીલાઓ માટે અસુરક્ષીત બન્યુ હોય તેવુ વર્તાઈ રહ્યુ છે યુવતીઓની છેડતીની ઘટના વારવાર સામે આવતા પરીવારજનો પણ હવે ચિતામા મુકાયા છે મહીલિા વિરુદ્ધ બનતા બનાવો પ્રત્યે સજાગ બની સરકારે કડક કાયદા બનાવ્યા છતા વારવારની ઘટનાઓ કાયદામા ક્યાક છીડા અથવા કડક અમલના અભાવની આવે છે આ Âસ્થતિમાં બાપુનગર પોલીસ સ્ટેશનમાં ચોપડે એક જ દિવસમાં છેડતી બે બનાવો નોધાતા પોલીસ પણ ચોકી ઉઠી છે.

પ્રથમ બનાવ ફ્રુટ પુરાની ચાલી નજીક બન્યો છે જેમા છોટુ ભૈયાજી નામનો શખ્શ જે કોર્પોરેશનમા ધુમાડો છાંટવાની કામ કરે છે તે ગતરોજ ધુમાડાનું મશીન લઈ આવ્યો હતો અને શેરીમાં ધુમાડો કરવાનાં બહાને શેરીમા રહેતી એક પંદર વર્ષીય સગીરાની છેડતી કરી હતી ધુમાડો કરવાના બહાને છોડ તેના ઘરે ગયો હતો અને ધુમાડો ક્યા બાદ તેનો લાભ ઉઠાવી બાજુમાં ઉભી રહેલી ૧૫ વર્ષીય સગીરાની છાતીએ હાથ નાખી દીધા બાદ શરીરના અન્ય ભાગોળે પણ છેડતી કરી હતી જેથી ગભરાયેલી બાળાએ બુમાબુમ કરીને પોતાની માતાને આ ંગે જાણણ કરતા સમગ્ર પીરાવર ચોકી ઉઠ્યો હતો સગીરાને લઈને તમામ બાપુનગર પોલીસ સ્ટેશને પહોચ્યો હતો જ્યા સગીરાની વવાત સાભળ્યા બાદ પોલીસે આરોપીની અટક કરવાની તજવીજ હાથ ધરી છે.

બીજી ઘટના બાપુનગરના અજીતમીલ પાસે સુમેલ – ૮મા આવેલી નેશનલ હેન્ડલુમ બન્યો હતો મૂળ રાજકોટમાં શિલ્પાબેન વાઢેરની પુત્રી દસ વર્ષથી બાપુનગર ખાતે તેમના પિતાના ઘરે રહીને અભ્યાસ કરે છે દિકરીને મળવા આવેલા શિલ્પાબેન તેને લઈને રવિવારે ખરીદી કરવા ગયા હતા જ્યા તેમને અજાણ્યો ઈસમ તેમનો પીછો કરતો હોય તેમ લાગ્યુ હતુ જેથી ગભરાયેલા શિલ્પાબેન નેશનલ હેન્ડલુમમાં ગયા હતા

જયા અજાણ્યો ઈસમ પણ તેમની પાછળ ધસી ગયો હતો અને ધક્કા મુક્કી કર્યા બાદ તેમની સાડી પકડી લીધી હીત શિલ્પાબેન સાડી છોડાવવાનો પ્રયત્ન કરતા આ શખ્શે તેમનો હાથ પકડવાનો પ્રયત્ન કર્યો હતો બાદમા ઉશ્કેરાઈ જઈને લાકડી તેમને મારવાનો પ્રયત્ન કર્યો હતો ઉપરાત જાનથી મારીનાખવાની ધમકીઓ પણ આપતા આસપાસના લોકો ટોળે વળ્યા હતા અને આ શખ્શને ઝડપીને મેથીપાક ચખાડ્યો હતો દરમિયાન કોઈએ ૧૦૦ નંબર પર ફોન કરતાં પોલીસ પણ ઘટના સ્થળે આવીને ઈસમની અટક કરી હતી જેની પુછપરછ કરતા તેણણે પોતે રખિયાલ વિસ્તારમા ડો કનુની ચાલી ખાતે રહેતો મોહસીન ઈકલામ હોવાનુ જણાવ્યુ છે ફર્નિચરનુ કામ કરતા અઢાર વર્ષીય મોહસીનની વધુ તપાસ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.