Western Times News

Gujarati News

સંજેલી ક્રોસિંગ પર જીતપુરા સંજેલી બસ ઉભી ન રખાતાં ડેપો મેનેજરને રજૂઆત 

સંજેલી:બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં હંકારતા હોવાની શંકાએ કાર્યવાહી કરવા લેખિત  રજૂઆત  સામી સાંજે જીતપુરા બસ ઉભી ન રખાતાં વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો અટવાયા  ઝાલોદ સંજેલી જીતપુરા રૂટ પર ચાલતી બસના ડ્રાઇવરે બુધવારના સાંજે સંજેલી ક્રોસિંગ પર બસ ઉભી ન રાખતાં વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો સહારો લઈ ઘરે પહોંચવાનો વારો આવ્યો હતો જેને લઇ અપડાઉન કરતા વિદ્યાર્થીઓએ ઝાલોદ એસટી ફરિયાદ બુકમાં ડ્રાયવર કન્ડક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કાર્યવાહી કરવાની માંગ કરી છે

ઝાલોદ સંજેલી જીતપુરા એસટી બસના ડ્રાઇવરે બુધવારના રોજ સાંજના છ વાગ્યાની આસપાસ સંજેલી ક્રોસિંગ પર ઉભેલા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને બેસાડવા માટે બસ ઉભી ન રાખી હંકારી લેતા વિદ્યાર્થીઓ તેમજ મુસાફરોને પ્રાઇવેટ વાહનોનો સહારો લઈ રાત્રીના સમયે ઘરે પહોંચવાનો વારો આવ્યો હતો

જ્યારે આ ડ્રાઈવર કન્ડક્ટર નશાની હાલતમાં હોવાની શંકા જતાં તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી સંજેલી ક્રોસિંગ પર કાયમી બસ ઉભી રાખવા માટેની સૂચના  આપવામાં આવે તેમજ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ બુકમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે

ઝાલોદ સંજેલી જીતપુરા બસ નંબર જીજે 18જે 0842 નંબરના બસ ડ્રાઇવરે વાહન નંબરના બસ ડ્રાઈવરે બુધવારના સાંજે પાંચ થી કલાકે ક્રોસિંગ પર બસ ઊભી ન રાખી દારૂમાં દારૂના નશામાં બસ હંકારતા હોવાની માલુમ પડતાં દરરોજ અવરજવર કરતા વિદ્યાર્થીઓ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે તેમજ સાંજના પાંચ તીસ વેગમાં નવી બસની સુવિધા આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે    જે બસ ક્રોસિંગ પર ઉભી રાખવામાં આવી છે કે નથી આવી તેની તપાસ કરવાની બાકી છે અને તપાસ કર્યા બાદ ડ્રાઈવર કન્ડક્ટર પર આગળની કાર્યવાહી કરવામાં આવશે     ડેપો મેનેજર રાજુભાઈ વસૈયા ઝાલોદ

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.