Western Times News

Gujarati News

સુરતમાં પોલીસ લોકઅપમાં લૂંટના આરોપીનો આપઘાત

અમદાવાદ: સુરતમાં પોલીસ લોકઅપમાં લૂંટના આરોપીએ ગળેફાંસો ખાઈ લઇ મોત વ્હાલુ કરતાં ભારે ચકચાર મચી ગઇ હતી. વરાછા પોલીસ સ્ટેશનના લોકઅપમાં રખાયેલા બ્રિજેશ મુકેશ સાવલિયાએ ગળેફાંસો ખાઈ લીધો હતો. જેને લઇને સમગ્ર મામલો હવે કસ્ટોડિયલ ડેથના કથિક આરોપોને લઇ ગરમાયો હતો. બીજીબાજુ, ઘટનાની જાણ થતા પોલીસે આરોપીને સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જા કે, તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.


ગઈકાલે સુરતના વરાછા પોલીસ સ્ટેશનમાં ઘરફોડના કેસમાં બ્રિજેશ મુકેશ સાવલિયાને પોલીસ પકડી લાવી હતી. દરમ્યાન આજે સવારે તેણે આપઘાત કરી લેતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પરંતુ હોસ્પિટલ પર તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે નાયબ પોલીસ અધિક્ષક બારોટે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, આજે સવારે વરાછા પોલીસ સ્ટેશનમાં બ્રિજેશ ઉર્ફે લાલુ સાવલિયાએ સાલ ઓઢવાની હતી તે બાંધી અને આત્મહત્યા કરી છે. આ ઘટનાની અકસ્માત મોત નોંધી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ અધિકારી રાકેશ બારોટે ઉમેર્યુ કે, આ આરોપીને ઘરફોડના ત્રણ ગુનામાં પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા અને હાલ રીમાન્ડ પર હતા. ઘરફોડના ત્રણ અલગ અલગ ગુના હતા. જેમાં કતારગામ અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનામાં ચોરીના પુરાવા હતા. યુવકના મોતને લઇ પરિવારજનોમાં આઘાતની લાગણી પ્રસરી ગઇ છે. બીજીબાજુ, પોલીસની કસ્ટડીમાં આરોપીનું મોત થયું હોવાથી પ્રસ્તુત કેસમાં કસ્ટોડિયલ ડેથનો કેસની ચર્ચાએ ભારે જાર પકડયુ છે અને તેને લઇ મામલો હવે ગરમાયો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.